Amreli,તા.16
ચકકરગઢનાં પાટીયા નજીક ફોર વ્હીલ ચાલકે હડફેટે લેતા બાઈક સવારનું મોત થયું હતું.અમરેલીના રોકડીયાપરા કાળભૈરવ મંદિર પાછળ રહેતા અને રીક્ષા ચલાવતાં વિશાલભાઈ વિનુભાઇ જીંજરીયા નામના રપ વર્ષિય યુવકના ભાઈ ગૌતમભાઈ તથા તેમની નાનીબેન જલ્પાબેન તા. 14ના રોજ આશરે સાંજના ચારેક વાગ્યે તેમના માસીના ઘરે ચાંદગઢ જવા માટે મોટર સાયકલ નં. જી.જે.-14 જી-1582 લઈને નીકળેલા હતા.
તે પછી સાંજના આશરે સાડા છ એક વાગ્યેના સુમારે આ ગૌતમભાઈનું ચક્કરગઢ ગામના પાટીયા પાસે કોઈ ફોર વ્હીલ નં. જી.જે.-03 ડીજી-રપ8પ સાથે એકસીડન્ટ થયેલ છે તેવો ફોનઆવતાં જેથી વિશાલભાઈ ચકક્રગઢના પાટીયા પાસે જતા આ ગૌતમભાઈ તથા જલ્પાબેન લોહિલુહાણ હાલતમાં રોડ ઉપર ગંભીર હાલતમાં પડેલ હતા.
એમ્બ્યુલન્સ 108ને ફોન કરતા જ ગૌતમભાઇ તથા જલ્પાબેનને બેસાડી સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા અને ગૌતમભાઈને હાથે તથા પગમાં ગંભીર ઇજાઓ થયેલ હોય તથા પગમા ગંભીર ઇજાઓ થયેલ હોય તથા મારી બેનને પણ શરીરે ગંભીર ઇજાઓ થયેલ હોય.
જેથી અમરેલી સિવિલ હોસ્પિટલથી ડોકટરે વધુ સારવાર માટે ગૌતમભાઈ તથા જલ્પાબેનને રોજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવાનુ જણાવતા રાજકોટ લઇ જતા ગૌતમભાઈને ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરે લ હતા અને જલ્પાબેનને રાજકોટ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરતાં આ ફોર વ્હીલ નં. જી.જે.-03 ડીજી- 2585ના ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
અગ્નિસ્નાન:-
મોટી કુકાવાવ ગામે આવેલ જુની પટ્ટણી શેરીમાં રહેતા હંસાબેન અરવિંદભાઈ ચૌહાણ નામની પપ વર્ષિય મહિલાને ઘણા સમયથી ડાયાબિટીસ બીમારી તથા બંને કિડની ફેલ થઈ ગયેલ હોય, તેથી જિંદગીથી કંટાઈ જઈ તા.14 ના રોજ બપોરના આશરે પાંચેક વાગ્યાના સમયે મોટી કુકાવાવ ગામેપોતાના શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દેતા તેણી દાજી જતા મોત નિપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
ધારી ગામે આવેલ જુના પોલીસ સ્ટેશન પાછળ બજરંગ મઢીની પાસે રહેતા ચંદુભાઇ વીરજીભાઇ સોલંકી નામના 3ર વર્ષિય યુવકને તેમના પત્નિએ કામ ધંધો નહી કરો તો ઘર કેમ ચાલશે તેમ કહેતા યુવકના મનમાં લાગી આવતા ગત તા.10ના રોજ સાંજે 6:30 કલાકે પોતાના ઘરે ઘઉમાં નાખવાના ટીકડા પી જતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.