Amreli,તા.2
મુળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ અમરેલીના બટારવાડીમાં આવેલ મદીના કોલોની સામે ભાડાના મકાનમાં રહેતા અને અમરેલીના ટાવર પાસે, મુળદાસ સ્વામી મંદિરવાળી શેરીમાં દુકાન ધરાવતા ચિમનભાઇ ધનંજયભાઇબેરા નામના 38 વર્ષિય યુવકની દુકાને આશરે પાંચેક દિવસ પહેલા કોઈ અજાણ્યો ઇસમ આવેલ હતો.
તેમણે યુવકને વિશ્વાસમાં લઇ બે મંગળસુત્રની સોનાની સર (દોરી) બનાવવાનું કહી મંગળસુત્રની સર (દોરી)બની ગયા બાદ સોનું આપવાની વાત કરેલ હતી. બાદ ગત તા. 30ના સાંજના આશરે સાતેક વાગ્યે આ કામના અજાણ્યો આરોપી યુવકની દુકાને આવી યુવક પાસેથી સોનાની મંગળસુત્રની સર (દોરી) જોવા માંગી હતી સામે પીળી ધાતુ જેવી લગડી આપેલ હતી.
જેથી યુવક આ પીળી ધાતુ જેવી લગડી સોનાની છે કે નહિ તે ચેક (ટચ) કરવા જતા અજાણ્યા આરોપીને યુવકે આપેલ સોનાની મંગળસુત્રની સર (દોરી) જે 16(સોળ) ગ્રામની જેમા 1ર (ગ્રામ) સોનું તથા 4 ગ્રામ મોતી જેની કિંમત રૂપિયા 1,00,000 ની લઇ જઇ આ અજાણ્યા આરોપીએ યુવક સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.