Amreli, તા.10
ઉના ગામે લાઇબ્રેરી ચોક વિસ્તારમાં રહેતા અવેજ રફીકભાઇ સોરઠીયાએ પોતાના કબ્જા વાળા એક લીલા-સફેદ કલરના સ્કુટર નં.GJ-32-AF-5151 માં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ કુલ નંગ-12 કિ.રૂ.600 તથા લેબલ વગરની 180 ખક લખેલ રીંગપેક પ્લાસ્ટીકની બોટલ કુલ નંગ-18 કિ.રૂ.900 એક એન્ડ્રરોઇડ 5G મોબાઇલ કિમત રૂપિયા 15,000, સ્કુટર કિ.રૂ.40,000 મળી કુલ કિમત રૂપિયા 59,464 નો પ્રોહી મુદામાલની હેરાફેરી કરતાંબીજો આરોપી સંજયભાઇ કોળી (રહે.ઉના) સ્કુટર ચાલક નાસી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
પરિણીતાનો આપઘાત
લીલીયા તાલુકાના દાડમા (પુતળીયા) ગામે રહેતી રીનાબેન પ્રતાપભાઇ સારીખડા નામની 20 વર્ષિય પરિણીતાએ એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલ હોય અને લીલીયા તાલુકાના દાડમા ગામે રહેતા આરોપી દયાબેન હરીભાઇ લુવાર પરિણીતાના મમ્મી થતા હોય અને આરોપી રાજાભાઇ હમીરભાઇ લુવાર, કલુબેન રાજાભાઇ લુવાર પરણિતાના સગા મોટા બા બાપુજી થતા હોય પરિણીતાએ કરેલ લગ્નનું મનદુ:ખ રાખી ત્રણેય આરોપીઓએ તેણીને અવાર-નવાર ગાળો આપી મારી નાખવાની ધમકીઓ આપતા હોય જેથી પરિણીતાને ડર લાગતા તા.5 ના બપોરના આશરે ત્રણ વાગ્યે પોતે પોતાની મેળે પોતના ઘરે કિડી મકોડા મારવાનો ઝેરી પાવડર પી લેતા અમરેલી સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાતા પરિણીતાએ તેણીની મમ્મી સહિતના સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મારામારી
ખાંભા તાલુકાના ભાવરડી ગામે રહેતા નાગજીભાઇ ખેતાભાઇ રાઠોડ નામના37 વર્ષીય ખેડૂતના ઘરની સામે તે જ ગામે રહેતા આરોપી મુકેશભાઇ જીવાભાકઇ રાઠોડ દારૂની ખાલી પ્લા.ની કોથળીઓ ફેંકતા હોય જેથી ખેડૂતે તેમને કોથળીઓ ઘરની સામે નાખો છો? અમારા નાના છોકરાઓ પ્લા.ની કોથળીઓ મોઢામાં નાખે છે” તેમ કહેતા આ એકદમ ઉશ્કેરાઇ જઇ ખેડૂતને જાહેરમાં જેમ ફાવે ગાળો આપતા ખેડૂત પોલીસમાં ફરીયાદ કરવા જતા હતા.
તે વખતે આરોપીના કાકા ભગાભાઇ આલાભાઇ રાઠોડ આવી જતા યુવકને ગાળો આપી ખેડૂતને પકડી રાખી શરીરે મુંઢમાર તથા લોંખંડના પાઇપથી ડાબા હાથે બે ઘા મારી મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.