Amreli,તા.27
અમરેલીમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અમરેલી શહેર સહિત આસપાસના સાવરકુંડલા સહિતના ત્રણ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ થોડી સેકન્ડ માટે અવાજની સાથે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મળતી માહિતી અનુસાર, ધારીથી 16 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપનો આંચકો 5:16 મિનિટે આવ્યો હતો. જણાવી દઈએ કે, એકથી દોઢ દાયકામાં આ પ્રકારનો ભૂકંપનો આંચકો આ વિસ્તારમાં નથી આવ્યો.
જાનહાનિ કે નુકસાની થઈ નથી : સંતોષકુમાર
સિનિયર સિસ્સમોલોજીસ્ટે સંતોષકુમાર કહ્યું કે, જાનહાનિ કે કોઈ નુકસાની થઈ નથી. ભુકંપના અનેક કારણો હોય છે. ભારે વરસાદને કારણે પણ ભુકંપ આવ્યો હોવાની શક્યતા હોઈ શકે. સાથે જ કોઈ સેક્શન એક્ટિવ હોવાના કારણે ભુકંપ આવ્યો હોઈ શકે છે. હજુ આફ્ટર શોક પણ આવી શકે છે. આ મેગ્નિટ્યૂડમાં કોઈ નુકસાનની શક્યતા નથી.