Amreli,તા.૧૯
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી વરસાદ અને વીજળીએ વધુ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય, ત્યારે વીજળી પાડવાના કારણે જાનમાલનું મોટું નુકશાન થાય છે. ત્યારે આજે સાંજના સમયે વરસાદ સાથે વીજળી પડવાની ગંભીર ઘટના લાઠી તાલુકાના આંબરડી ખાતે ઘટી હતી. જેમાં વીજળી પડવાથી ત્રણ બાળકો સહિત ૫ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતાં. જ્યારે આ બનાવમાં 3 વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે ઢસા ખાતે સારવારમાં ખસેવામાં આવ્યા હતા.

આ બનાવમાં જાણવા મળતી માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામે આજે ખેતરમાં કપાસ વિણવાની ખેત મજૂરી કામ ચાલું હતું. ત્યારે અચાનક ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં કપાસ વીણવાની કામગીરી કરતાં શ્રમિકોએ કામ અટકાવી અને મજૂરો ભારે વરસાદના કારણે વહેલા પોતાના ઘરે જવા નીકળ્યા હતાં. ત્યારે અચાનક જ કાળરૂપી વીજળી આકાશમાંથી ત્રાટકી હતી. અને આ મજુર પરિવાર વીજળી પડતાં ભારતીબેન ભાવેશભાઈ સાંથળીયા (ઉ.વ. 35), શિલ્પાબેન વિજયભાઈ સાંથળીયા ( (ઉ.વ.18), રૂપાલીબેન દલસુખભાઈ વણોદિયા (ઉ.વ.18), રિધ્ધિ ભાવેશભાઇ સાંથળીયા (ઉ.વ.5) તથા રાધેભાઇ ભાવેશભાઈ સાંથળીયા (ઉ.વ.5) સહિત ૫ વ્યકિતઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.
લાઠીના આંબરડી ગામના ખેડૂત રમેશભાઈ માધાભાઈ તળાવિયાને ત્યાં ખેત મજૂરી કરવા ગયેલા દેવીપૂજક પરિવારના સગા સંબંધીઓ ખેત મજૂરી કરી પરત ફરતી વેળા આ વીજળી પડવાની ઘટના ઘટી હતી નદી કાંઠે વરસાદ શરૂ હતો ખેત મજૂરો અડધા નદી પસાર કરી ગયેલા અમુક હજુ પાછળ હતા ત્યારે વીજળી ત્રાટકી અને કુલ 8 વ્યક્તિઓને વીજળી પડવાથી ઈજાઓ થઈ હતી ત્રણ ઈજાગ્રસ્તોને ઢસા ખસેડવામાં આવ્યા હતા ખેત મજૂરી કરતા દેવીપૂજક પરિવારના 5 વ્યક્તિના મોત થતાં મૃતકોને 108 વડે લાઠી સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.અને ઘટનાની જાણ થતાં લાઠીના ધારાસભ્ય ઘટના સ્થળે આંબરડી ગામે પહોચ્યા હતા. અને જરૂરી સૂચના માર્ગદર્શન અધિકારીઓને આપીને મૃતક પરિજનોને સહાય મળે તેવી વ્યવસ્થાઓ કરવાની સૂચના આપેલ હતી વીજળી પડવાની ઘટનાથી નાના એવા આંબરડી ગામમાં 5 ના મોતથી અરેરાટી વ્યાપી હતી ને મૃતકોના ત્વરિત પોસ્ટમોર્ટમ કરીને પરિજનોને સાંત્વના પાઠવવા વહીવટી તંત્ર ખડેપગે રહ્યું હતું જ્યારે વીજળી પડવાની ઘટનામાં 5 ના મોત અમરેલી જિલ્લામાં આ પ્રથમ ઘટના છે કે વીજળી પડવાથી 5 ના મોત થયા હોય ને છેલ્લે છેલ્લે વરસાદે ભારે તારાજી સાથે ખેતીપાકને નુકશાની કરી છે પણ માનવ મૃત્યુની ઘટના ઘટતા લાઠી પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયેલો હતો.