Amreli તા.૨૦
ગુજરાત રાજયમાં પોલીસમાં ફરજ બજાવતા ન હોવા છતાં પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી આમ નાગરીકો સાથે છેતરપીંડી કરતા અને પોલીસની છબીને ખરાબ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે અમરેલી શહેરમાં નકલી પોલીસને અમરેલી એલસીબી ટીમે ઝડપી લીધો હતો. અમરેલી શહેરમાં એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ નહી હોવા છતાપણ પોલીસનો યુનિફોર્મ પહેરી આંટાફેરા મારતો હતો. અને તે દરમિયાન એલસીબી ટીમને મળેલ બાતમીના આધારે પોલીસ યુનિફોર્મમાં આંટાફેરા મારતા ઇસમને ઝડપી પાડયો હતો. એલસીબી ટીમે નકલી પોલીસ ઇસમને ઝડપી લઇ પુછપરછ કરતા પોતે પોલીસ નહી હોવાની હકીકત જણાવી હતી. અમરેલી એલસીબી ટીમે ઉમેશ રાહુલભાઇ વસાવા ઉ.વ.૩૧ રહે ચિતપુરની ઝડપી પાડી ઇસમ વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઈ. એસ.આર.ગોહિલ, એ.એસ.આઈ. જાવેદભાઈ ચૌહાણ, હેડ કોન્સ. મહેશભાઈ મુંઘવા, કિશનભાઈ આસોદરીયા, રાહુલભાઈ ઢાપા, તુષારભાઈ પાંચાણી, પો.કોન્સ. વરજાંગભાઈ મુળાસીયા દ્વારા કરવામાં આવેલ છે.