Amreli , તા.17
ભારતના ચૂંટણી પંચ, નવીદિલ્હીના તા. 27/10/2025ના પત્રથી તા.1/1/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ- ર0ર6 જાહેર કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને બુધવારે અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરની રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ઉપસ્થિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને સમગ્ર કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી. જિલ્લાના તમામ મતદારોની ખરાઈ તા. 4/11/2025થી બુથ લેવલ ઓફિસર દ્વારા શરૂ થઈ છે. સને-2002ની મતદારયાદીનાં સંદર્ભમાં થઈ રહેલા આ કાર્યક્રમમાં મતદારો પરથી અગાઉના સઘન સુધારણા કાર્યક્રમ- 2002માં પોતાનું નામ ચકાસી શકશે.
બુથ લેવલ અધિકારી દ્વારા તમામ મતદારોનાં ઘેર જઈને વિતરણ કરી રહ્યા છે તથા ફોર્મ ભરવા જરૂરી માર્ગદર્શન આપશે. આ અંગે જિલ્લા કક્ષાએ 1950 હેલ્પલાઈન નંબર કાર્યરત છે. જે મતદારોના ઈન્યુમરેશન ફોર્મ પૂર્ણ વિગતો સાથે ભરાઈ ગયા છે. તેઓ પોતાના સંબંધિત બુથના બીએલઓને ફોર્મ પરત આપી શકશે.
આગામી તા. 15/11/ 2025 નવેમ્બર, 16/11/2025, 22/11/2025 અને 23/11/2025 નવેમ્બરના રોજ સવારે 9 થી 1 કલાક સુધી બીએલઓના તેમના મતદાન મથક પર હાજર રહેવાના હોવાથી આ સમયગાળા દરમિયાન તમામ મતદારોબીએલઓની મદદથી મેપિંગ/લિન્કિંગ કરાવી શકશે તથા ફોર્મ ભરવા માર્ગદર્શન મેળવી શકશે. જેની તમામ મતદારોને બીએલએને મારફત માહિતી પૂરી પાડવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

