Amreli,તા.18
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાડ ગામની એક 25 વર્ષીય યુવતીએ અનાજમાં નાખવાની દવા ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ પોતાના માતા-પિતાને સંબોધીને એક સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેણે 28 લાખ રૂપિયાના દેવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટનાને પગલે ખાંભા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક મળતે માહિતી મુજબ ખાંભાના ભાડ ગામની ભૂમિકા હરેશભાઈ સોરઠીયા અમરેલી- ખાંભાની ખાનગી બેંકમાં નોકરી કરતી હતી. દેવાના બોજ તળે આવી જતાં તેણે આ ગુરૂવારે તેણે ઓફિસમાં અંતિમ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં તેને ખાંભાની હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, ત્યારબાદ તેને રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.