Rajkot, તા.13
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજરોજ ઠંડીનાં પ્રમાણમાં વધઘટ જોવા મળી હતી. આજે સવારે 13.6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ રહ્યું હતું. જ્યારે રાજકોટ શહેરમાં 15.2, નલિયામાં 14.5, ભુજમાં 18.4, કંડલામાં 18.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું તેમજ અમદાવાદ-વડોદરામાં 16, દમણમાં 17.8, ડિસામાં 16.5, દિવમાં 16.7, દ્વારકામાં 21, ગાંધીનગરમાં 15.5, ઓખામાં 24.4, પોરબંદરમાં 16.6, સુરતમાં 18.4 અને વેરાવળમાં 19.4 ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાવા પામેલ હતું.
ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ઠંડીમાં પણ વધઘટ થઈ રહી છે. આજે ગુરુવારે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયુ હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80% રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ 6 કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.
ઉપરાંત જામનગર સહિત જીલ્લાભરમાં પણ ધીરે ધીરે શિયાળો જમાવટ કરી રહ્યો છે.જામનગરમાં લઘુતમ તાપમાન નો સતત બીજા દિવસે પણ પારો 16 ડિગ્રી પર સ્થિર થયો હતો.ઠંડીના વધતા જોર સાથે સુસવાટા મારતો પવન ફૂંકાતા વાતાવરણ ટાઢુબોળ રહયુ હતુ. લોકોએ ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લેવાનું શરૂ કરી દીધી હતું.
શહેરમાં લઘુતમ તાપમાન ક્રમશઃ નીચે સરકી રહ્યુુ છે જેમાં ચોવીસ કલાક દરમિયાન લઘુતમ તાપમાન 16 ડિગ્રી પર સ્થિર થયું હતુ.શિયાળાની હળવે પગલે જમાવટ સાથે મોડીસાંજથી વહેલી સવાર સુધી વાતાવરણ ટાકુબોળ રહયુ હતુ.ઠંડીના ચમકારાની જનજીવન પર અસર વર્તાઈ રહી છે.જે સાથે લોકો પણ ગરમ વસ્ત્રોનો સહારો લેતા જોવા મળ્યા હતા.
લઘુતમ તાપમાન સાથે મહતમ પારો પણ ઘટાડા સાથે 30 ડિગ્રી પર સ્થિર થયો હતો. વાતાવરણમાં ભેજનુ પ્રમાણ 66 ટકા રહયુ હતુ. જયારે પવનની ઝડપ પ્રતિ કલાક સરેરાશ 3.4 કિ.મિ. રહેવા પામી હતી.આગામી દિવસોમાં ઠંડીનુ જોર વધશે.
શિયાળામાં શહેરીજનોએ ઠંડી સામે હવે ગરમ વસ્ત્રો અને વિવિધ ગરમ પીણા નો સહારો લેવાનું શરૂ કરી દીધું છે. તેમજ જુદા જુદા વિસ્તારમાં લોકો શિયાળી મજા લેવા મોનિગ વોકમાં સંખ્યા વધતી જાય.

