Amreli,તા.૫
અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર દરોડા પાડવા જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા સૂચના આપતા અમરેલી જિલ્લાના પોલીસ અધિકારીઓ એક્ટિવ મોડમાં આવતા ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર તવાય બોલાવવામાં આવી છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મફતપરા વિસ્તારમાં પી.આઈ.ઓમદેવ સિંહ જાડેજાની ટીમ દ્વારા સુરેશભાઈ છગનભાઈ પરમારના રહેણાંક મકાન પાછળના ભાગે ફળિયામાં કાંટાની બાવળની કાટની બાવળ માંથી ૫૦ લિટરના કેરબા કુલ નંગ ૨૦ મળી આવ્યા છે. દેશી દારૂ બનાવવા માટેનો આથો આશરે ૧૦૦૦ લિટર જેટલો કુલ કિંમત રૂ.૨૫૦૦૦નો મુદામાલ કબ્જે કરી સુરેશભાઇ છગનભાઈ પરમાર સામે ગુન્હો નોંધી પડકવા માટેની કવાયત હાથ ધરી છે.
અમરેલી તાલુકા પી.આઈ.ઓમદેવ સિંહ જાડેજાની ટીમના જે.કે.વાળા,એ.આઈ.ગઢવી, એસ.એસ.વાણીયા, કૌશિકભાઈ, અક્ષયરાજ સિંહ સહિત પોલીસ કમર્ચારીઓ દ્વારા દરોડા પાડી કાયર્વાહી હાથ ધરતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.