Bhavnagar,તા.09
રાણપુરના ખાસ ગામે આવેલ રેફડાના માર્ગ પર બીડવાળી વાડીએ ખાતર ભરવા આવેલ ટ્રેકટરના ચાલકે ટ્રેક્ટર રિવર્સ લેતા પાછળ ઉભા રહેલાં વૃદ્ધ બાઈકચાલકનું અડફેટે આવી જતાં મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે,રાણપુર તાલુકાના ખસ ગામે રહેતા ધીરૂભાઈ હેમુભા દાયમા ( ઉ.વ.૬૫) પોતાનું મોટરસાયકલ નંબર જીજે.૦૧.ઈએફ.૫૬૦૨ લઈને રેફડાના માર્ગ પર આવેલ બીડવાળી ઓળખાતી વાડીએ ખાતર ભરવા ગયા હતા. જયાં હાજર ટ્રેક્ટર નંબર જીજે.૩૩.બી.૯૪૭૬ના ચાલકે પોતાનું વાહન પાછળ લઈ બાઇકચાલક ધીરૂભાઈને અડફેટે લીધા હતા. જેના કારણે વૃદ્ધને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પુત્ર સહદેવસિંહે ટ્રેક્ટર ચાલક વિરૂદ્ધ રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.