Jamnagar તા ૨૭,
જામનગરમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષ ના બુઝુર્ગ પોતાના ઘેર ખુરશી પર બેઠા બેઠા નીચે પટકાઈ પડ્યા હતા, અને તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પંચવટી સોસાયટી શેરી નંબર -૩ માં રહેતા વલ્લભભાઈ ચનાભાઈ સોજીત્રા નામના ૬૫ વર્ષના બુઝુર્ગ કે જેઓ ગઈકાલે પોતાના ઘેર ખુરશી ઉપર બેઠા હતા, જે દરમિયાન તેઓ બેભાન થઈને નીચે પડી ગયા હતા, અને પરિવારજનો દ્વારા તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેઓનું મૃત્યુ નીપજયું હોવાનજ જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતક ના પુત્ર પ્રશાંતભાઈ વલ્લભભાઈ સોજીત્રાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.ડી. મોરી બનાવના સ્થળે અને જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી, પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. અને વધુ તપાસ હાથ ધરી છે.