Morbi,તા.16
સરતાનપર ગામ નજીક અજાણ્યો પુરુષ ચાલીને જતો હતો ત્યારે ટ્રક ટ્રેઇલર ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત સર્જી ટ્રક લઈને ચાલક નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા સવશીભાઈ જાદવભાઈ કુણપરાએ ટ્રક ટ્રેઇલર આરજે ૫૨ જીબી ૦૧૪૭ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૨ ના રોજ સવારના ૧૦ વાગ્યાના અરસામાં ટ્રક ટ્રેઇલર ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી સરતાનપર ગામ પાસે આવેલ પાધર વાળી ખીણ પાસે અજાણ્યો પુરુષ આશરે ૩૦ થી ૩૫ વર્ષ વાળો ચાલીને જતો હતો તેને હડફેટે લીધો હતો અકસ્માતમાં અજાણ્યા પુરુષને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું અને ટ્રક ટ્રેઇલર ચાલક નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે