Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat સહિત 18 રાજ્યો માટે વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કહી છે

    June 10, 2025

    મિશન Axiom-4:11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા

    June 10, 2025

    બે છોકરાની મા સાથે યુવકનું અફેર, બ્રેકઅપ પછી હોટલ રૂમમાં ખેલાયો ખૂની ખેલ

    June 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat સહિત 18 રાજ્યો માટે વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કહી છે
    • મિશન Axiom-4:11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા
    • બે છોકરાની મા સાથે યુવકનું અફેર, બ્રેકઅપ પછી હોટલ રૂમમાં ખેલાયો ખૂની ખેલ
    • મોદી સરકારે માત્ર પ્રચાર કર્યો: મુંબઈ ટ્રેન દુર્ઘટના મુદ્દે Rahul Gandhi નો સવાલ
    • Operation Sindoor બાદ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈની બઢતી
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part Three
    • કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય
    • પુસ્તકિયું જ્ઞાન વિરુદ્ધ વ્યવહારુ જ્ઞાન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Anand જિલ્લાના નાગરિકોને રૂ.૧૨૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી
    ગુજરાત

    Anand જિલ્લાના નાગરિકોને રૂ.૧૨૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી

    Vikram RavalBy Vikram RavalNovember 30, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Anand,તા.૩૦

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની કર્મભૂમિ અને વિદ્યાપુરુષ ભાઈ કાકાની જન્મભૂમિ એવા સોજીત્રા ખાતેથી રૂ. ૯૦ કરોડના ૩૯ જેટલા વિકાસકામોનું ખાતમુહૂર્ત તથા રૂ.૩૦ કરોડના ૧૩ જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ સહિત જિલ્લાના નાગરિકોને રૂ. ૧૨૦ કરોડના વિવિધ ૫૨ (બાવન) જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી.

    મુખ્યમંત્રીએ સરદાર સાહેબ અને વિદ્યાપુરુષ ભાઈકાકાની સ્મરણ વંદના કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય, કેવા વિઝન સાથેનો હોય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતના વિકાસ દ્વારા વિશ્વ સમક્ષ પૂરું પાડ્યું છે. પ્રો – પિપલ ગવર્નન્સની કાર્ય સંસ્કૃતિને વિવિધ વિકાસ કામોથી આપણે સાકાર કરી છે.આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, વિકાસ લક્ષી કાર્ય સંસ્કૃતિ દ્વારા વડાપ્રધાનએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન ગુજરાતના વિકાસનો જે પાયો નાખ્યો હતો તેના પરિણામે ગુજરાત આજે દેશના વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન બન્યું છે.

    વલ્લભવિદ્યાનગરના શિલ્પી સ્વ.ભાઈકાકાના શિક્ષણના પ્રદાનને આગળ ધપાવતાં સોજિત્રામાં રૂ.૧૪.૮૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ શ્રી ભાઈકાકા સરકારી વાણિજ્ય કોલેજના ભવનનું મુખ્ય મંત્રીએ લોકાર્પણ કર્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનએ શિક્ષણના ચિંતન અને સંસ્કૃતિના સંવર્ધનના કાર્યોને વેગ આપી હંમેશા તમામ ક્ષેત્રના વિકાસ પર ભાર મૂક્યો છે. એ જ દિશામાં સરકાર ગુજરાતમાં શિક્ષણ સહિતના સર્વાંગી વિકાસને આગળ ધપાવી રહી છે.ગ્રીન, ક્લીન ફ્યુચરના વડાપ્રધાનના વિઝનને અનુરૂપ પર્યાવરણની જાળવણી સાથે પ્રગતિના મંત્રને આપણે સાકાર કર્યો છે, તેમ મુખ્યમંત્રી ઉમેર્યું હતું.

    ગુજરાતમાં શહેરી વિકાસ, જાહેર આંતર માળખાકીય સુવિધાઓ અને આરોગ્ય એમ દરેક ક્ષેત્રે વિકાસ ક્રાંતિ આવી છે, તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, યુવાનોને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ મળી શકે તે માટે વડાપ્રધાનના સક્ષમ નેતૃત્વમાં ગુજરાતમાં ૧૦૩ યુનિવર્સિટીઓ અને ૨૮૦૦ કોલેજો દ્વારા ઉચ્ચ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પટેલે ઉમેર્યું હતું કે, સોજિત્રાના સપૂત ભાઈકાકાએ ચરોતર પ્રદેશમાં શિક્ષણ સાથે જ્ઞાન પ્રાપ્તિના નિર્માણનો ભવ્ય પાયો નાખીને વલ્લભવિદ્યાનગરને વિદ્યાનગરી તરીકે વિકસાવી છે.લોહ પુરુષ સરદાર સાહેબના નેતૃત્વમાં સ્વાતંત્ર્યની ક્રાંતિ પછી અમૂલ રૂપે વિશ્વની સૌથી મોટી સહકારી ચળવળ રૂપી શ્વેતકાંતિની અને ભાઈકાકાના નેતૃત્વમાં વિદ્યાક્રાંતિની સાક્ષી બનેલી ચરોતરની આ ભૂમિના લોકોને વડાપ્રધાનશ્રીએ વિકાસક્રાંતિની અનુભૂતિ કરાવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

    પટેલે ઉમેર્યું કે, વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલ સ્વચ્છતા હી સેવા ઝુંબેશને વેગ મળી રહ્યો છે, એટલું જ નહીં સામાન્ય માનવીને ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા વય વંદના યોજના હેઠળ ૭૦ વર્ષના નાગરિકોને આયુષમાન કાર્ડની સુવિધા આપવામાં આવી રહી છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના માર્ગે આગળ વધી આપણે સમાજના સર્વાંગી વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છીએ. વિકાસ કામોની પરંપરા જાળવી રાખી નાગરિક સુખાકારીને વધુ સુદ્રઢ બનાવવા અને ઈઝ ઓફ લિવિંગ વધારવા સરકાર પ્રતિબધ્ધ છે.

    પટેલે ચરોતરના નાગરિકો હંમેશા મારા હૃદયમાં છે તેમ જણાવી તેમણે સોજિત્રા સહિત આ વિસ્તારના નાગરિકોની મદદ માટે તત્પરતા દર્શાવી હતી.પ્રારંભમાં સોજિત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલે સૌનો આવકાર કરતા જણાવ્યું હતું કે, સોજિત્રાતાલુકામાં રૂ.૩૦ કરોડથી વધુના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેને કારણે તાલુકાનો સર્વાંગી વિકાસ થશે. આગામી સમયમાં તારાપુર તાલુકામાં આવેલ કનેલાવ તળાવને રૂ.૮૦ કરોડના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવશે. શ્રી પટેલે સોજિત્રા અને તારાપુર તાલુકામાં હાથ ધરાનાર વિકાસ કામોની રૂપરેખા આપી હતી.મુખ્ય મંત્રીએ વય વંદનાના લાભાર્થીઓને આયુષમાન કાર્ડનું વિતરણ કરવા સાથે સોજિત્રાના સપૂત પદ્મભૂષણ અને કાર્ડિયોલોજિસ્ટ ડો.તેજસ પટેલનું સન્માન કર્યું હતું.

    મુખ્ય મંત્રીની ઉપસ્થિતિમાં નિર્મળ ગુજરાત હેઠળ ઉમરેઠ તાલુકાના ૩૯ ગામોમાં બાયોગેસ અને ખાતર ઉત્પાદન તથા પશુ છાણના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે માટે આણંદ જિલ્લા પંચાયત અને ભારત બાયોગેસ એનર્જી લી. વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.સોમનાથ ખાતે યોજાયેલ ચિંતન શિબિરમાં આણંદના કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીને જૂનાગઢ ખાતેના કાર્યકાળ દરમ્યાનની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મળેલ રૂ. ૫૧ હજારના પ્રોત્સાહક પુરસ્કારની રકમ આંગણવાડીના બાળકોને મુખ્ય મંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.

    Anand
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat ના વૃદ્ધને ’ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. ૧૬ લાખ ખંખેર્યાઃ ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત ૩ ઝડપાયા

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: ધી-કો-ઓપરેટીવ બેંક મહિલાકર્મીઓ સાથે ગ્રાહકનું અશોભનીય વર્તન

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: વેપારીને રૂ. 6 લાખની ચાંદી પરત નહિ આપી ઠગાઈ

    June 9, 2025
    ગુજરાત

    Mehsana ના ડભોડા રોડ પરથી ૭ લાખના દારૂ સાથે ૧૧.૫૨ લાખનો મુદ્દામાલ કબજે

    June 9, 2025
    રાજકોટ

    Rajkot:હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય દ્વારા મેઇન SP પ્રદિપસિંહ જાડેજા નુ બુધવારે સન્માન

    June 9, 2025
    રાજકોટ

    Rajkot:યુવાન માનતા કરવા જતા રસ્તામાં કાળ આંબી ગયો

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat સહિત 18 રાજ્યો માટે વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કહી છે

    June 10, 2025

    મિશન Axiom-4:11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા

    June 10, 2025

    બે છોકરાની મા સાથે યુવકનું અફેર, બ્રેકઅપ પછી હોટલ રૂમમાં ખેલાયો ખૂની ખેલ

    June 10, 2025

    મોદી સરકારે માત્ર પ્રચાર કર્યો: મુંબઈ ટ્રેન દુર્ઘટના મુદ્દે Rahul Gandhi નો સવાલ

    June 10, 2025

    Operation Sindoor બાદ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈની બઢતી

    June 10, 2025

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part Three

    June 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat સહિત 18 રાજ્યો માટે વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કહી છે

    June 10, 2025

    મિશન Axiom-4:11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા

    June 10, 2025

    બે છોકરાની મા સાથે યુવકનું અફેર, બ્રેકઅપ પછી હોટલ રૂમમાં ખેલાયો ખૂની ખેલ

    June 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.