Mumbai,તા,01
અનન્યા પાંડે અને લક્ષ્ય લાલવાણીની મોડી પડેલી ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’નું શૂટિંગ હવે પૂર્ણ થયાનું કહેવાય છે. ઈન્ટરનેટ પર આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયાનું સૂચવતી એક ક્લેપ બોર્ડની તસવીર વાયરલ થઈ છે જેના આધારે આ અટકળો થઈ રહી છે.
ગયાં વર્ષે કરણ જોહરે જાહેર કર્યું હતું તેમ આ ફિલ્મ આ વર્ષમાં જ રીલિઝ થઈ જવાની હતી. જોકે, નવાઈની વાત એ છે કે પોતાની દરેક ફિલ્મ માટે પ્રચારના મોટા મોટા ઢોલ પીટનારા કરણ જોહરે આ ફિલ્મ વિશે બાદમાં કોઈ ઝાઝી વાત કરવાનું ટાળ્યું છે.
થોડા સમય પહેલાં અનન્યા અને લક્ષ્ય આ ફિલ્મ માટે હૈદરાબાદમાં શૂટિંગ કરતાં દેખાયાં હતાં. તેને બાદ કરતાં ફિલ્મનાં શૂટિંગની વિગતો પણ ખાસ બહાર આવી નથી.

