Jamnagar તા.28
આજે સવારે જામનગરના વોર્ડ નંબર 10માં આવેલી એક આંગણવાડીમાં નાસ્તા દરમિયાન આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. બાળકો માટે રોજની જેમ નાસ્તો તૈયાર કરતી આંગણવાડી હેલ્પર યામિનીબેન જેઠવાએ સવારે ભાખરી બનાવતી હતી. આજનો દિવસ શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી તમામ સ્તરે ધાર્મિક ભાવનાનો માહોલ જોવા મળતો હતો.
યામિનીબેન જ્યારે ભાખરી બનાવી રહી હતી ત્યારે ભાખરીના સપાટ ભાગ પર ચકિત કરાવનારી “ઓમ” જેવી આકાર રચના દેખાઈ. તેમનું કહેવું છે કે એ રચના એ જાતે નથી કરી, પરંતુ ભાખરી બને ત્યારે આપમેળે આકાર ઊભો થયો હતો. આ ઘટનાની જાણ જ્યારે આંગણવાડીના અન્ય સ્ટાફ અને બાળકોના માતા-પિતા સુધી પહોંચી ત્યારે તેઓ ત્યાં પહોંચ્યા અને ભાખરી જોઈને આશ્ચર્યચકિત રહી ગયા. ઘણા લોકોનું માનવું છે કે શ્રાવણ માસમાં આવું ઓમનો આકાર દેખાવું એક શુભ સંકેત હોવાનો સંકેત આપે છે.
સ્થાનિક લોકોના મતે, આ દ્રશ્ય ધાર્મિક શ્રદ્ધાનું પ્રતીક છે અને લોકો આ ઘટના સાથે ધાર્મિક ભાવના જોડતાં જોવા મળ્યા છે. કેટલાક લોકોએ એ પણ સૂચવ્યું કે ભાખરીને આધ્યાત્મિક પ્રસાદરૂપે માનવમાં આવે. હાલ આ ભાખરીને સાવચેતીપૂર્વક સાચવી રાખવામાં આવી છે.
આ ઘટના જામનાગ શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે, અને શ્રાવણ માસના આ પ્રથમ સોમવારે આવી કિરણજનક ઘટના ધર્મપ્રેમીઓ માટે શ્રદ્ધાનો વિષય બની છે. યામિનીબેન જેઠવા છેલ્લા ઘણા વર્ષોથી આંગણવાડીમાં સેવા આપી રહી છે.આંગણવાડીમાં રોજના નાસ્તાની જવાબદારી તેઓ સંભાળે છે.