Jamnagar,તા,25
જામનગરમાં સાધના કોલોની નજીક જમાઈ પર વિસ્તારમાં આવેલી એક આંગણવાડીને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધી હતી, અને અંદરથી માલ સામાનની ચોરી કરી લઈ ગયાનો બનાવ સામે આવતાં દોડધામ થઈ છે.
કોઈ તસ્કરોએ આંગણવાડીના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, ત્યારબાદ અંદર રાખવામાં આવેલા રાંધણ ગેસના બે બાટલા, અને એક ચૂલો, ઉપરાંત 150 કિલો ચોખા અને તેલનો ડબ્બો સહિતની સામગ્રી તસ્કરો ઉઠાવી ગયા હતા.
આ ચોરીના બનાવ અંગે આજે સવારે આંગણવાડી ખોલવામાં આવી, ત્યારે ધ્યાનમાં આવતાં પોલીસ તંત્રને જાણ કરવામાં આવી છે, અને સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો છે.