Gandhinagar તા.5
ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા આજે ગાંધીનગર ખાતે ગુજરાતભરના આંગણવાડી હેલ્પર-વર્કરોએ મોટી સંખ્યામાં એકત્રીત થઈ રેલી યોજી વિવિધ છ માંગણીઓ સંતોષવા બાબતે રાજયના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાને આવેદનપત્ર આપ્યુ હતું.
ગાંધીનગરના ઘ 1.5 સર્કલથી સત્યાગ્રહ છાવણી સુધી રેલી યોજી જાહેરસભા બાદ મંત્રી ભાનુબેન બાબરીયાને આવેદનપત્ર આપ્યુ હતું. આવેદનપત્રમાં આંગણવાડી કર્મચારીઓને બીએલઓની કામગીરીમાં ભેદભાવ દુર કરવો, એમએમવાય સ્ટોરની સુવિધા તમામ કેન્દ્રો સુધી પહોંચાડવી, એફઆરએસ સંબંધીત તણાવ દુર કરવે. 5-જી નેટવર્ક સાથે સ્માર્ટ મોબાઈલ ઉપલબ્ધ કરાવવા.
દર વર્ષે હેલ્પર અને વર્કરની યોગ્ય ભરતી કરવી, નાસ્તાની રકમમાં વધારો કરીને સમયસર ઈન્સેન્ટીવ ચુકવવા સહિતના મુદાઓ- માંગણી રજુ કરી તાકીદે ઘટતી કાર્યવાહી કરવા માંગણી ઉઠાવી હતી. રાજયભરમાંથી આંગણવાડી હેલ્પર-વર્કર બહેનો ગાંધીનગર ખાતે ઉમટી પડતા પોલીસે રેલી અને જાહેરસભા સ્થળે બંદોબસ્ત જાળવ્યો હતો.