Surendaranagar, તા.18
સુરેન્દ્રનગર મનપામાં કામ કરતા સફાઇ કામદારોને પગાર બોનસ ન ચુકવાતા રોષ ફેલાયો છે.આથી ગુજરાત રાજ્ય કર્મચારી સંઘે પાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરી ચુકવવા માંગ કરી હતી. સુરેન્દ્રનગર મહાનગર પાલિકમાં 500થી વધુ સફાઇ કામદારો કામ કરી રહ્યા છે.જેમને પગાર એન બોનસ ન ચુકવાતા રોષ ફેલાયો હતો.આથી ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઇ પાટડીયા સાથે સફાઇ કામદારોએ પાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરી હતી.
જેમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારના નાણા વિભાગના ઠરાવ મુજબ પાલિકામાં ફરજ બજાવતા કાયમી, રોજમદાર, કોન્ટ્રાકટ બેઇઝના સફાઇ કામદરો ના તા.16-10-24 સુધીમાં પગાર ભથ્થાની ચુકવણી કરી આપવા સુચના છે.
જ્યારે દર વર્ષની જેમ આ વર્ષ પણ પાલિકા વર્ગ -4ના સફાઇ કામદારોને ફેસ્ટીવલની રકમ પરત ભરવાની શરતે ચાલુ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી સફાઇ કામદાર દીઠ 5000ની રકમ ફેસ્ટીવલ પેટે ચુકવવા જરૂરી સુચના આપવામાંગ કરીહતી.કોન્ટ્રાકટ બેઇઝના સફાઇ કામદારોના પગારમાંથી 8.33 ટકા લેખે બોનસની રકમ કોન્ટ્રાક્ટર દ્વાર કપાત કરવામાં આવેલ છે.
જેથી કોન્ટ્રાક્ટરના તમામ સફાઇ કામદારોને 8.33 ટકા લેખે બોનસ ચુકવવુ ફરજીયાત થાય છે તેમ છતા કોન્ટ્રાક્ટર દ્વારા બોનસ ચુકવાનની સ્પષ્ટ ના પાડવામાં આવી રહેલ છે.આથી કોન્ટ્રાક્ટને બોનસની રકમ ચુકવી આપવા સુચના આપવા માંગ કરી હતી.