Washington,,તા.7
યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, તેમણે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી. વાતચીત ખૂબ સારી રહી. તે જ સમયે, ટ્રમ્પે કહ્યું છે કે તેઓ યુક્રેનને શક્ય તમામ મદદ કરશે. સોશિયલ મીડિયા હેન્ડલ ડ પર, ઝેલેન્સકીએ કહ્યું, “અમે અમેરિકન ડ્રોન ઉત્પાદન કંપની સાથે કરાર પર પહોંચ્યા છીએ.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે વાત કર્યા પછી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુક્રેનને પોતાનો બચાવ કરવા માટે પેટ્રિઅટ મિસાઇલોની જરૂર પડશે. ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની લડાઈ સમાપ્ત કરવામાં નિષ્ફળતા પર પણ નિરાશા વ્યક્ત કરી.
’પેટ્રિઅટ મિસાઈલ સિસ્ટમ’ અમેરિકાની સૌથી અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલી છે. તે રેથિયોન ટેક્નોલોજીસ કંપની દ્વારા બનાવવામાં આવી છે. આ સિસ્ટમ દુશ્મનના હવાઈ હુમલાઓ સામે રક્ષણ માટે એક પ્રકારની ’એર કવચ’ જેવું કામ કરે છે.
આ હવાઈ સંરક્ષણ પ્રણાલી 5,000 કિલોમીટરના અંતર સુધી તેના લક્ષ્યને ટ્રેક કરી શકે છે અને 5,800 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે હુમલો કરી શકે છે. તેને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓનું ’બ્રહ્માસ્ત્ર’ પણ કહેવામાં આવે છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ પુતિન સાથેના તેમના છેલ્લા ફોન કોલથી ખુશ નથી. “પુતિન યુદ્ધ ચાલુ રાખવા અને લોકોને મારવાનું ચાલુ રાખવા માંગે છે. તે સારું નથી. હું તેનાથી ખુશ નથી.”