Mumbai,તા.23
અનિલ કપૂરે પાન-મસાલાની વિજ્ઞાાપન કરવાનો ઇનકાર કર્યો છે.અભિનેતાને આ માટે રૂપિયા ૧૦ કરોડનું મહેનતાણું મળવાનું હતું પરંતુ તેણે રૂપિયા કરતા લોકોના સ્વાસ્થ્યને મહત્વ આપીને સમાજ પ્રત્યેની પોતાની નિષ્ઠા નિભાવી છે.
અહેવાલો અનુસાર અનિલ કપરને આ વિજ્ઞાાપન કરવા માટે અઢળક રૂપિયા મળી રહ્યા હોવા છતાં તેણે પોતાના પ્રશંસકો અને દર્શકો પ્રત્યે પોતાની જવાબદારી નિભાવીને પબિલ્ક હેલ્થને નુકસાન પહોંચાડે તેવા પ્રોડકટને સપોર્ટ કરવાનો ઇન્કાર કર્યો છે.
અનિલ કપૂર પોતાના ચાહકોને ખોટો સંદેશો પહોંચાડવા માગતો નથી. તે જાણે છે કે, સેલિબ્રિટિઓના પ્રશંસકો પોતાના માનીતા કલાકારને અનુસરવાના પ્રયાસ કરતા હોય છે. તેથી જ અભિનેતાએ લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરતા ખાદ્યપદાર્થોના વિજ્ઞાાપનને કરવાનો ઇન્કાર કરી દીધો હોવાનું આ અહેવાલોમાં જણાવાયું છે.