Bihar,તા.06
આ વર્ષની અંતિમ ગણાતી બિહાર વિધાનસભાની 243 બેઠકો માટેના ચૂંટણી કાર્યક્રમની આજે બપોરે 4 વાગ્યે ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવશે અને રાજયમાં દિપાવલી બાદની મહત્વની ગણાતી છઠપૂજા બાદ બે તબકકામાં મતદાન યોજાય તેવી ધારણા છે.
હજુ શનિવારે જ મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી જ્ઞાનેશકુમાર તેમના બે સાથીદારોએ પટણામાં એક સર્વપક્ષીય બેઠક યોજી હતી જેમાં ચૂંટણી સંભવિત તમામ પક્ષોના સૂચનો માંગ્યા હતા. પંચ આ ઉપરાંત બિહાર ચૂંટણી સંદર્ભમાં 17 નવા નિયમો અમલમાં મુકયા છે જેની માહિતી વિપક્ષોને આપી હતી.
તમામ પક્ષોએ રાજયમાં એક જ તબકકામાં ચૂંટણી યોજવા પંચને સૂચન કર્યુ હતું. રાજયમાં અત્યંત કાંટાની ટકકર જેવી બની રહેનાર આ ચૂંટણીમાં ખાસ કરીને વિપક્ષે ચૂંટણી પંચની મતદાર યાદીની ખાસ સમીક્ષા મુદે જબરો વિરોધ કર્યો હતો તથા આ વિવાદ છેક સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો હતો.
જેની ચૂંટણીપંચને પણ અનેક સુધારા કરવાની ફરજ પડી હતી. જયારે રાજયમાં ચૂંટણી જાહેર થયા પુર્વે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી નીતીશકુમારે વિવિધ પ્રોજેકટ તથા મહિલાઓને સહાય સહિતની રૂા.65000ની યોજનાઓ જાહેર કરી છે અને રાજયમાં આ ચૂંટણીમાં સૂરાજ પાર્ટીના આગમનથી ત્રિપાંખીયો જંગ બની ગયો છે તેથી પરિણામો રસપ્રદ હશે.