New Delhi,તા.14
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વાર્ષિક ફાસ્ટેગ યોજના આવતીકાલથી અમલી બનશે. આ વાર્ષિક ફાસ્ટટેગની કિંમત રૂા.3000 રાખવામાં આવી છે. જેમાં 200 યાત્રાઓ સામેલ છે જેનો મતલબ 1 વખત તમો ટોલનાકુ પસાર કરો એટલે તે એક યાત્રા ગણાશે. જેના હિસાબે સરેરાશ રીતે એક ટોલ પ્રવાસ તમોને રૂા.15માં પડશે.
આ માટે ટોલનાકા સંભાળતી કંપનીઓને તેમના સોફટવેર આજે મધરાતથી અપડેટ થઈ જાય તે જોવા જણાવાયું છે તથા જે વાહન ચાલકો પાસે આ વાર્ષિક ટોલ પાસ નહી હોય તેઓ જે તે ટોલનાકાના નિયત દર મુજબ તેના ફાસ્ટટેગમાંથી ટોલ ચાર્જ કપાશે અથવા રોકડ પેમેન્ટ કરવાનું રહેશે.
આ વ્યવસ્થા એટલે કે વાર્ષિક ટોલ પાસ વ્યવસ્થા હાલ ફકત ખાનગી વાહનો કાર-જીપ-વેનને રાષ્ટ્રીય રાજમાર્ગ તથા રાષ્ટ્રીય એકસપ્રેસ હાઈવે માટે લાગુ કરવામાં આવી છે. આ ટોલ પાસ 200 ટ્રીપ અથવા 1 વર્ષ જે ઓછું હશે ત્યાં સુધી એકટીવ રહેશે અને આ વાર્ષિક પાંચ રાષ્ટ્રીય રાજમાર્ગ ઓથોરિટીની વેબસાઈટ કે મોબાઈલ એપ. મારફત જ ઉપલબ્ધ બનશે.
વાહન તથા સંબંધીત ફાસ્ટટેગ માટે ઓથેન્ટીફીકેશન પ્રક્રિયા પુરી કર્યા બાદ તે એકટીવ થશે. જેમાં ઓથેન્ટીફીકેશન બાદ જે તે એપ્લીકેશન અથવા વેબસાઈટ મારફત રૂા.3000નું પેમેન્ટ કરવાનું રહેશે.
જો તમારી પાસે હાલ જે ફાસ્ટટેગ છે તે તેમાંજ વાર્ષિક માસમાં રૂપાંતર થઈ જશે. જે માટે હાલના બેલેન્સ અને રૂા.3000ના વાર્ષિક ચાર્જ વચ્ચેનો તફાવત ભરપાઈ કરવાનો રહેશે.
જો કે હાલ નેશનલ હાઈવે તથા નેશનલ એકસપ્રેસ-વે માટે જ આ નવી વાર્ષિક ફાસ્ટટેગ યોજના અમલી હશે પણ રાજયો રસ્તાના માર્ગ કે અન્ય ટોલ માર્ગ પર આ વાર્ષિક પાસ સામાન્ય ફાસ્ટટેગ મુજબ જ કાર્ય કરશે.
કોમર્શિયલ હેતુના વાહનોને માટે આ વાર્ષિક યોજના ઉપલબ્ધ નથી અને જે વાહન માટે આ વાર્ષિક પાસ ખરીદાયો હશે તેને માટે જ કામ લાગશે. અન્ય વાહનને તે ઉપયોગી બનશે નહી. વાહનના વિન્ડશીલ્ડ પર તે ચોટાડવાનો રહે છે.