Junagadh તા. ૨૨
આવતીકાલે આસો સુદ બીજ અને મંગળવાર તા. ૨૩ મી રોજ જુનાગઢના ઢેબર ફળિયામાં આવેલા પથુભાઈ અને ધનુમંતીબેન નીવાસ સ્થાને બિરાજમાન માતા દુર્ગાદેવીનો વાર્ષિક પાટોત્સવ છે, ત્યારે સવારે ૮ કલાકે માતાજીની દિવ્ય રવાડી સ્થાનિક વિસ્તારમાં ભ્રમણ કરશે, આ રવેડીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાશે. રવેડી પૂર્ણ થયા બાદ સવારે ૯ કલાકે મંદિરમાં ચંદી પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં આજે નવરાત્રીના પ્રથમ દિવસથી ૩૦ સપ્ટેમ્બર સુધી દરરોજ રાત્રે ૯:૩૦ કલાકે માતાજીના બેઠા ગરબા દ્વારા નોરતા પર્વ ઉજવવામાં આવશે. જેનો લાભ લેવા માઈ ભક્તોને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.