Ahmedabad, તા.30
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે અમદાવાદ જિલ્લામાં સ્થિત ગિરધર નગર ફ્લાયઓવર પર રેલવે ઓવર બ્રિજની વિઆડક્ટ લોન્ચિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જે દિલ્હી-અમદાવાદ મુખ્ય લાઈન (વેસ્ટર્ન રેલવે) પર આવેલ છે.
વાયડક્ટ હાલની રેલવે લાઈનના સમાનાંતરે દોડે છે, અને ફ્લાયઓવર પર લોન્ચિંગ પૂર્ણ થયું હતું. આ કામમાં સ્પાન-બાય-સ્પાન પદ્ધતિનો ઉપયોગ કરીને 45 મીટર લાંબો બ્રિજ લોન્ચ કરવાનો સમાવેશ થયો હતો.
ગિરધર નગર બ્રિજ જે બે-લેનનું ફ્લાયઓવર છે અને અમદાવાદમાં સૌથી વ્યસ્ત ફ્લાયઓવર્સમાંથી એક છે, જે શાહિબાગ, અસાવરા અને કાલુપુરને જોડે છે. તે હજારો અમદાવાદ રહેવાસીઓ માટે રોજિંદા મુસાફરીનો મહત્વનો માર્ગ છે.
જાહેર જનતાને ઓછી મુશ્કેલી પડે તે સુનિશ્ચિત કરવા માટે ફ્લાયઓવર પર લોન્ચિંગનું કામ ખૂબ જ સુવ્યવસ્થિત રીતે યોજાયું અને માત્ર 12 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું. આ કામ બ્લોક સમયગાળા દરમિયાન પૂર્ણ થયું છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર અમદાવાદ જિલ્લામાં 31 લેવલ ક્રોસિંગમાંથી પસાર થાય છે, જેમાં આઠ ઈંછ ક્રોસિંગ, 16 રોડ ફ્લાયઓવર, રોડ અંડરપાસ, કેનાલ ક્રોસિંગ, સાબરમતી નદી પર એક નદી પુલ અને છ સ્ટીલ પુલનો સમાવેશ થાય છે. આમાંથી 15 લેવલ ક્રોસિંગ પૂર્ણ થઈ ગયા છે.
મુખ્ય વિશેષતાઓ
♦ ફ્લાયઓવર પર સ્પાનની લંબાઈઃ 45 મીટર
♦ વાયડક્ટની ઊંચાઈ (જમીનથી રેલ લેવલ સુધી) : 19.5 મીટર
♦ લોન્ચ થયેલા સેગમેન્ટની સંખ્યાઃ 19
♦ સ્પાનનું કુલ વજનઃ 1200 મેટ્રિક ટન