એલિસબ્રિજ સ્થાનકવાસી જૈન સંઘ-પાલડી-અમદાવાદમાં ૫૧ ઉપવાસ સહિત મોટી તપસ્યાઓ
Rajkot, તા.૧૯
લીંબડી અજરામર સંપ્રદાયના મહાપ્રભાવક પૂ.આચાર્ય ગુરૂદેવ રૂપ-નવલ-રામ ગુરૂદેવોના પરમ કૃપાપાત્ર સુશિષ્ય પૂ.શાસન પ્રભાવક આચાર્ય ગુરૂદેવ પ્રકાશચન્દ્રજી સ્વામી આદિઠાણા-૫ ની નિશ્રામાં અનેરો આનંદ મંગળ વર્તે છે.
સળંગ ૫૧ ઉપવાસની મોટી તપસ્યામાં શ્રીમતી મિતાબેન મિતેશભાઈ મહેતા વાંકાનેરવાળા (હાલ-પાલડી), ૪૧ ઉપવાસમાં ભરતકુમાર સુરેશભાઈ કૂકડા-મેવાડા-રાજસ્થાન (હાલ-અમદાવાદ) માસખમણમાં ત્રણ બહેનો (૧) અ.સૌ. નૂપૂર દર્શિલ ડેલીવાળા (૨) ભાવનાબેન અનિલભાઈ શાહ, રાધિકાબેન અનંતરાય રાવલ જોડાયા છે.
૪૫ દિવસના સિદ્ધિતપમાં કાજલબેન જૈમિનભાઈ નવલખા તથા કુંજનકુમાર અતુલભાઈ શાહ જોડાયા છે. ૪૦ દિવસના ધર્મચક્ર તપમાં નીલાબેન નવીનભાઈ વોરા, પરદેશી રાજાના તેર છઠ્ઠમાં છાયાબેન પરેશભાઈ વોરા, રજોહરણ તપમાં કલ્પનાબેન કિરીટભાઈ શાહ, અલકાબેન કમલેશભાઈ કોઠારી જોડાયા છે.
૧૮ ઉપવાસ રમીલાબેન અરવિંદભાઈ ભાવસારે પૂર્ણ કરેલ છે. ૧૬ ઉપવાસ (સોળ ભથ્થા)માં શીતલબેન સુનીલકુમાર શેઠ, હીનાબેન રોહનભાઈ ગોસલીયા, શિલ્પાબેન સમીરભાઈ ગાંધી, વંદ કમલકુમાર ભંડારી, કુ.ખુશ્વી વિરલભાઈ શાહ જોડાયા છે. ૧૧ ઉપવાસમાં શિલાબેન સુરેશભાઈ ગાંધી જોડાયા છે. ૯ ઉપવાસ (નવાઈ) વિજયભાઈ બી.શાહ તથા કુ.રિજા હાર્દિકભાઈ શાહ (ઉ.વ.૧૧) પૂર્ણ કરેલ છે. અઠ્ઠાઈ તપ-જયેશભાઈ ચંદુલાલ શેઠ, તીર્થ રાજેશ મોરબીયા, યશવંતભાઈ દોશી, અનિલભાઈ કેશવલાલ શાહ, કુ.આરના દર્શિતભાઈ શાહ, પ્રાચીબેન હીરકભાઈ શાહ, તથા જયેશ ચંદુલાલ શાહે પરિપૂર્ણ કરેલ છે. છ ઉપવાસ દિવ્યાબેન ઝાટકીયાએ કરેલ છે. પૂ.આચાર્ય સમ્રાટ અજરામરજી સ્વામીની ૨૧૧મી પુણ્યતિથિ ઉપર ૧૬૫ જેટલા અઠ્ઠમ થયેલ છે. બાલાસરનિવાસી દોશી નીલમબેન પ્રભુલાલ સજોડે આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરેલ છે.
પૂ.આચાર્ય પ્રકાશચન્દ્રજી સ્વામીના ૬૪ માં જન્મદિને વિવિધ માનવતાલક્ષી તથા સંસ્કારલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. તેમાં અમેરિકાના બે દાતા પરિવારો તરફથી જશાપર (તા.મુળી, જિ.સુરેન્દ્રનગર) શિવાલય શેલ્ટર હોમને (નિરાધાર આબાલ વૃઘ્ધ સૌના માટે આશ્રય સ્થાન) નવી એમ્બ્યુલન્સ ભેટ આપવામાં આવેલ. જેમાં અમદાવાદના માનવતાના મસીહા તેજસ અશોકભાઈ પટેલે મહત્વનો ભાગ ભજવ્યો હતો. જીવદયામાં સારી દાનરાશિ એકત્ર થઈ હતી. વડીલ વંદનામાં માતા-પિતાનુ મહત્વ સમજાવવામાં આવેલ. નાની ઉંમરની બહેનો માટે સંસ્કારલક્ષી શિબિર યોજાઈ હતી. જેમાં ૨૦૦ બહેનોએ ભાગ લીધો હતો. સંચાલન જાણીતા ગાયક સંજય શાહે કર્યું હતુ. પૂ.આચાર્ય ગુરૂદેવના જન્મદિવસે અમદાવાદના દરેક સ્થાનકોના કર્મચારીઓને કીટનું વિતરણ કરવામાં આવેલ. જેનો લાભ રૂક્ષ્મણીબેન તરૂણ ગાલા (પ્રાગપુર-મલાડ) તથા પ્રફુલ્લકુમાર કે.તુરખીયા સુદામડાવાળાએ લીધો હતો.
જન્મદિવસના લાભાર્થી જયશ્રીબેન અરવિંદભાઈ શાહ સિઘ્ધપુરવાળા હતા. નાના બાળકો કે જેઓ પ્રતિક્રમણ શીખ્યા હોય એવા ૧૫૦ થી વધારે બાલક-બાલિકાઓને અનુમોદના દ્વારા વિવિધ દાતાઓએ પ્રોત્સાહિત કર્યા હતા. જીવદયામાં ભરતભાઈ ખંડેરીયા, રાજુભાઈ કેસ્ટ્રોલવાળા તથા દક્ષાબેન સંજયભાઈ શાહ, પૂ.ગુરૂદેવના બહેન-બનેવીએ સારો લાભ લીધો હતો.
બહુશ્રુત મુનિ નૈતિકચંદ્રજીના ૩૯ માં જન્મ દિવસે બૃહદ અમદાવાદના મહિલા મંડળોનો પ્રશ્નમંચ ગોઠવાયો હતો. જેમાં ૨૮ મંડળો જોડાયા હતા. એલિસબ્રીજ સ્થા.જૈન સંઘની જૈન શાળાના બાળકો તથા દાદર સ્થા.જૈન સંઘના બાળકોએ આચાર્ય ગુરૂદેવ પ્રકાશચંદ્રજી સ્વામીની યશોગાથા ઉપર તથા પાઠશાળાનો મહિમાએ વિષયે ધાર્મિક નાટક રજૂ કર્યા હતા. ભાવિકોએ બાળકોને સારી રીતે પ્રોત્સાહિત કર્યા હતા. પર્યુષણ મહાપર્વમાં ખૂબજ સારી સંખ્યામાં મોટી તપસ્યા થવાની સંભાવના છે સંઘ સારી મહેનત કરે છે.