Junagadhતા.25
ગઈકાલે રવિવારના જુનાગઢ સહિત જિલ્લામાં 5મીથી લઈને એક એક ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે માત્ર જુનાગઢમાં એક મીમી સવારે 6થી8 વચ્ચે નોંધાયો છે.
રવિવારના વિસાવદર-કેશોદ-ભેંસાણ અને મેંદરડામાં એક એક ઈંચ વરસાદ 24 કલાકમાં નોંધાયો હતો.
ઉપરાંત માળીયાહાટીનામાં પોણો ઈંચ, માણાવદરમાં 7 મી.મી., વંથલી 8 મી.મી., જુનાગઢમાં 12 મી.મી. માંગરોળ 5 મી.મી. વરસાદ નોંધાયો હતો. સીઝનનો સૌથી વધુ વરસાદ વંથલીમાં 43 ઈંચ બીજા ક્રમે મેંદરડામાં 42 ઈંચ જુનાગઢમાં 40 ઈંચ, માળીયાહાટીનામાં 38 ઈંચ, કેશોદમાં 41 ઈંચ, માણાવદરમાં 36 ઈંચ, માંગરોળમાં 33 ઈંચ, ભેંસાણ 32 ઈંચ અને વિસાવદરમાં 31 ઈંચ વરસાદ નોંધાયો છે.