Britain તા.27
બ્રિટનને શરમજનક સ્થિતિમાં મુકે તેવી ઘટના બહાર આવી છે. બ્રિટનમાં ભારતીય મૂળની વધુ એક મહિલા પર રેપની ઘટના બહાર આવી છે. પોલીસે અજ્ઞાત આરોપીની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ બ્રિટનમાં ભારતીય મૂળની યુવતી પર દુષ્કર્મની ઘટના બ્રિટનમાં બની હતી.
બ્રિટન પોલીસે આ ઘટનાને વંશીય હુમલો માની રહી છે. શિખ ફેડરેશને યુકેએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી ઝડપથી દોષીઓને પકડવાની માંગ કરી છે. આ મામલામાં વેસ્ટ મિડલેન્ડસ પોલીસે જણાવ્યું હતું કે તેમને શનિવારની સાંજે વોલ્સોલના પાર્ક હોલ વિસ્તારથી એક મહિલાનો કોલ આવ્યો હતો.
આ અપરાધને વંશીય રીતે ઉતેજીત હુમલા તરીકે ઓળખ્યા બાદ વેસ્ટ મિડલેન્ડસ પોલીસે શંકાસ્પદ શખ્સના સીસીટીવી ફુટેજ જાહેર કર્યા છે. શિખ ફેડરેશન યુકેએ લોકલ સોર્સના હવાલાથી કહ્યું હતું કે `વોલ્સોલ’માં જે યુવતી પર વંશીય ભેદભાવવાળું દુષ્કર્મ થયુ છે તે એક પંજાબી મહિલા છે. હુમલાખોરે તે યુવતીના ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગત મહિને ઓલ્ડબરીમાં એક શિખ યુવતી પર દુષ્કર્મ થયું હતું.

