Mumbai,તા.28
‘સૈયારા’ ફિલ્મની અણધારી સફળતાના કારણે રાતોરાત ચર્ચામાં આવી ગયેલી હિરોઈન અનીત પડ્ડાને વધુ એક રોમાન્ટિક ફિલ્મ મળી છે. જોકે, આ ફિલ્મમાં તેનો હિરો કોણ હશે તેની જાહેરાત હજુ થઈ નથી.
આ ફિલ્મનું દિગ્દર્શન ‘બેન્ડ બાજા બારાત’ના દિગ્દર્શક મનીષ શર્મા કરવાના છે. ફિલ્મ પંજાબનાં બેકગ્રાઉન્ડ પર હશે. હાલ તેનું પ્રિ પ્રોડક્શન વર્ક ચાલુ થઈ ગયું છે અને મોટાભાગે આવતાં વર્ષના મધ્યમાં ફિલ્મનું શૂટિંગ શરુ થઈ જશે તેમ મનાય છે.
‘સૈયારા’ની સફળતા પછી અનેક મોટાં પ્રોડક્શન હાઉસ દ્વારા અનીતનો સંપર્ક કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જોકે, તે બહુ સમજી વિચારીને ફિલ્મોની પસંદગીમાં આગળ વધી રહી છે.