Bihar તા.7
અહીંના ખગોલ વિસ્તારમાં ડીએવી સ્કુલ પાસે રવિવારની રાત્રે અજાણ્યા હુમલાખોરોએ સ્કુટી સવાર ખાનગી સ્કુલ સંચાલકની ગોળી મારી હત્યા કરતા હડકંપ મચ્યો છે.
જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી મૃતકની ઓળખ નરેશચંદ્ર પ્રસાદ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતકનું લેખાનગરમાં એક એપાર્ટમેન્ટ માર્કેટ અને આર.એન.સિહા નામની ખાનગી સ્કુલ પણ છે. મૃતક રવિવારે રાત્રે સ્કુટી પર જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેમની પર ફાયરીંગ કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, બિહારમાં ઉદ્યોગપતિ ખેમકા પર ફાયરીંગની ઘટનાના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં વધુ એક આ ફાયરીંગથી હત્યાની ઘટના બની છે.મૃતક અજીતનાં ભાઈ સુધિરકુમારે જણાવ્યું હતું કે રીતા અને અને વર્ષોથી પતિ પત્નિની જેમ રહેતા હતા. બન્નેનાં લગ્નની વાતની અમને ખબર નથી તેમનાં બે બાળકો પણ છે તેમની કોઈની સાથે દુશ્મની પણ નહોતી.