Surendranagar,તા.28
સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાપાયે ગેરકાયદે ખનીજ ચોરી બેફામ રીતે થતી હોય છે અને ઘણીવાર આ કાર્બોસેલની ખાણ શ્રમિકો માટે મોતની ખાણ સાબિત થતી હોય છે. આ દરમિયાન વાગડિયા ગામની સીમમાં કાર્બોસેલની ખાણમાં વધુ એક શ્રમિકનું મોત નિપજ્યું છે. આ ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી સુરેન્દ્રનગરના વાગડિયા ગામની સીમમાં કાર્બોસેલની ખાણમાં ગોપાલ નામના શ્રમિકનું મૃત્યુ નિપજ્યું હતું. જેને લઈને નાયબ કલેક્ટરે વાગડિયા ગામની સીમમાં ગેરકાયદે કાર્બોસેલના કૂવામાં દરોડા પાડ્યા હતા. શ્રમિકના મૃત્યુ અંગે તપાસ હાથ ધરી છે. ગેરકાયદે ખાણોમાં અનેક મજૂરો મોતને ભેટ્યા છે. જેને લઈ ખનીજ વિભાગ અને પોલીસ સહિત તંત્ર સામે સવાલો ઊઠ્યા છે.