હોટલમાં જમતી વેળાએ પરિચયમાં આવેલી એક સંતાન ની માતા ને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
Rajkot,તા.23
મૂળ પોરબંદરની અને 9 વર્ષની પુત્રી સાથે રાજકોટ રહેતી ત્યકતાને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં પોલીસ ધરપકડની દહેશત સરધારપુર ગામના તુષાગ ડોબરીયાએ કરેલી આગોતરા જામીન અરજી સેશન્સ કોટે ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ મૂળ પોરબંદરની અને હાલ શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં રહેતી ત્યકતાને જેતપુર તાલુકાના સરધારપુર ગામનો તુષાગ પરસોતમ ડોબરીયા નામના યુવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારીયા અંગેની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 20021 માં નવ વર્ષની પુત્રી સાથે રાજકોટ ખાતે ભાડાના ફ્લેટમાં રહી ખાનગી નોકરી કરતી ત્યકતા પોતાની પુત્રી સાથે યાજ્ઞિક રોડ ઉપર આવેલી હોટલમાં જમવા આવેલી ત્યારે તુષાગ પરસોતમ ડોબરીયા રામના યુવક સાથે ઓળખાણ થયેલી બાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે થયેલી અને બાદ બંને સાથે ફિલ્મ જોવા ગયેલા અને યુવતી એ પોતાના છૂટાછેડા લીધેલ હોય અને નવ વર્ષની પુત્રી હોવાની વાત કરતા તુષાગ ડોબરીયાએ યુવતી ને કહેલ કે પુત્રીને અપનાવી રાજી ખુશીથી તારી સાથે લગ્ન કરીશ એને વિશ્વાસ આપેલ બાદ શરીર સંબધ બાંધેલ ત્યારબાદ ફરિયાદીને મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે ભાડાના ફ્લેટમાં રહેવા લાગે છે જ્યાં પણ આરોપી ચાર મહિના સુધી રોકાયેલ ફરિયાદી સાથે સંબંધ બાંધેલ ફરિયાદી ને જુનાગઢ લઈ ગયેલ અને નોટરી પાસે લખાણ કરાવી અને લિવિંગ રિલેશનનો કરાર લખાવી લીધેલો બાદ મોરબીથી રાજકોટ પરત આવતા રહેલા બાદ ઝઘડો કરી મારકુટ કરતો અને યુવતીને તરછોડી પોતાના વતન જતો રહ્યો હતો તેમ ફરિયાદમાં જણાવ્યું હતું. સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરેલ જે અરજી અન્વયે સરકારી વકીલ રક્ષિત કલોલા દ્વારા ધારદાર દલીલ એવી હતી કે “આ કામના આરોપી પોતાની હવશ સંતોષવા માટે વિધવા સાથે શારીરીક સબંધો બાંધીને સ્ત્રીની જીંદગી બગાડેલ હોય આરોપીને આગોતરા જામીન આપવામાં આવે તો સમાજમાં આવા ઘૃણાસ્પદ કિસ્સાઓ ખુબ જ પ્રમાણમાં બનવા લાગશે. તેમજ આવા ગંભીર ગુન્હાના આરોપીને સમાજમાં મુક્તપણે ફરવા દઈ શકાય નહીં.” આમ સરકારી વકીલ રક્ષિત કલોલાની દલીલ માન્ય રાખી સેશન્સ કોર્ટે આરોપી તૃષાંગ પરષોતમભાઈ ડોબરીયા ની આગોતરા જામીન અરજી નામંજુર કરેલ.