શારીરિક માનસિક ત્રાસ આપતા કુળવધુ એ ફાસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું
Rajkot,તા.27
શહેરમાં આજીડેમ પોલીસ વિસ્તારમાં પત્નીને મરવા મજબૂર કરવાના ગુનામાં સંડોવાયેલા પતિએ પોલીસ ધરપકડની દહેશતે કરેલી આગોતરા જામીન અરજી હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.
આ કેસની હકીકત મુજબ શહેરમાં આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી કાજલબેન મહાવીરભાઈ બ્રહ્મદેવજી નામની પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો પરિણીતાના મોતથી દોઢ વર્ષના માસુમ બાળકે માતાની છત્રછાયા ગુમાવી હતી. મૃતક કાજલબેનના ભાઈ દેવેન્દ્રભાઈએ બનેવી મહાવીરભાઈ બ્રહ્મદેવજી વિરુદ્ધ આજીડેમ પોલીસ મથકમાં બહેનને મરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા મહાવીર બ્રહ્મદેવજીએ પોલીસ ધરપકડની દહેશતેકરેલી આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે રદ કરતા હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ હાઇકોર્ટે આરોપી મહાવીરભાઈ બ્રહ્મદેવજીની જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.આ કેસમાં આરોપીના બચાવ પક્ષે યુવા એડવોકેટ વિવેક એન. સાતા અને હાઇકોર્ટના મેહુલ એસ. પાડલીયા રોકાયા હતા.