Rajkot,તા.07
શહેરમાં માવતરના ઘરે રિસામણે રહેલી પરણીતાએ સાસરીયા વિરુદ્ધ કરેલી ઘરેલુ હિંસાની હિંસાના કેસ માં પોલીસ ધરપકડની દેહશતથી સાસુ અને સસરાએ કરેલી આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતી યુવતીના ગાંધીનગર અડાલજ ખાતે રહેતા યુવક સાથે 5 વર્ષ પહેલા લગ્ન થયા હતા.લગ્નના 10 દિવસ બાદ પતિ સહિત સાસરિયાઓ નાની નાની બાબતમાં ઝઘડો કરી માનસિક ત્રાસ આપતા હોય તેમજ નણંદ ઑસ્ટ્રેલિયાથી ફોનમાં દુઃખ ત્રાસ આપતા હોવાની મહિલા પોલીસ મથકમાં પતિ સહિત સાસરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. બાદ પોલીસ ધરપકડની દહેશત થી સાસુ વર્ષાબેન માંજરીયા અને સસરા કાળુભાઈ માંજરીયા એ રાજકોટની અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી તે જામીન અરજી ની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની દલીલોમા આરોપી સામે આક્ષેપિત ગુનાની મહત્તમ સજા ત્રણ વર્ષની છે. વિવેકબુદ્ધિની સત્તાનો ઉપયોગ કરીને શરતોને આધીન આગોતરા જામીન મુક્ત કરવા યોગ્ય અને ન્યાય જણાતું ન હોય જેથી આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. સરકાર તરફે બિનલબેન રવેશીયા રોકાયેલ હતા