ખાનગી દવાખાના નોકરી કરતી મહિલાને લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સબંધ બાંધ્યો
Rajkot,તા.28
ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી અને ખાનગી દવાખાના નોકરી કરતી મહિલાને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરવાના ગુનાના પોલીસ ધરપકડની દેહશતથી કરેલી વિધર્મીની આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી અને ક્લિનિકમાં નોકરી કરતી મહિલાને પ્રેમ સંબંધમાં ફસાવી અને લગ્નની લાલચ આપી ભગવતી પરા વિસ્તારમાં રહેતો અહેમદ હનીફભાઈ ગલેરીયા નામના શખ્સ અવારનવાર શરીર સંબંધ બાંધી અંગેની ગાંધીગ્રામ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી.આરોપી અહેમદ હનીફભાઈ ગેલેરીયાએ ધરપકડથી બચવા માટે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહી અને આરોપીની આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે અને આવા ગંભીર ગુનામાં આરોપીને આગોતરા જામીન આપવા જોઈએ નહીં જો તેમને આગોતરા જામીન આપવામાં આવશે તો તે ફરિયાદી તેમજ સાક્ષીઓને હેમ્પર ટેમ્પર કરશે અને પોલીસ તપાસ ચાલુ હોય તેથી આગોતરા જામીન આપવા જોઈએ નહીં તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ પી જે તમાકુવાળાએ આરોપીની આગોતરા જામીન અરજી રદ કરી છે આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.