London,તા.21
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હંમેશાં હેડલાઇન્સમાં રહે છે, પરંતુ આ વખતે તેમની એક ઝલક સામે આવી છે, જેને કારણે ફેન્સના દિલ ખુશ થઇ ગયાં છે. હાલમાં જ બંને લંડનનાં રસ્તા પર સામાન્ય કપલની જેમ ફરતાં જોવા મળ્યાં હતાં, જેનો વીડિયો એક ફેન્સે રેકોર્ડ કર્યો હતો અને હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ વીડિયોમાં વિરાટ અને અનુષ્કા તડકાનો આનંદ માણતાં ખૂબ જ કેઝ્યુઅલ કપડાં પહેરીને ચાલી રહ્યાં છે. બંને એટલાં રિલેક્સ દેખાતાં હતાં કે ચાહકોને લાગ્યું કે જાણે તેઓ જિમમાંથી પાછા ફરી રહ્યાં છે. વીડિયોમાં એ પણ બતાવામાં આવ્યું છે કે તેઓ રસ્તામાં એક સ્થાનિક પરિવાર સાથે વાત કરી રહ્યાં હતાં, તેમની સાથે બાળકોની ગાડી પણ હતી.
ફેન્સે ભરપૂર પ્રેમ આપ્યો કહ્યું કે તેઓ પણ આ ઇચ્છતાં હતાં
ઈન્ટરનેટ પર જેવો આ વીડિયો આવ્યો કે તરત જ ફેન્સે તેનાં પર પ્રેમનો વરસાદ વરસાવ્યો હતો. લોકો એ જોઈને ખુશ થયાં કે ભારતની ઝગઝગાટથી દૂર વિરાટ અને અનુષ્કાને સામાન્ય જીવન જીવવાની તક મળી રહી છે.
એક ચાહકે લખ્યું, “આખરે, તેઓ જે જીવન જીવવા માંગતા હતા તે જીવન જીવી રહ્યાં છે.” તેઓ ભારતમાં આવું સામાન્ય જીવન ક્યારેય મેળવી શકતાં નથી. અન્ય એક યુઝરે કમેન્ટ કરી, “આ તે છે જે તેઓ શોધી રહ્યાં હતાં! તે જોવાનું સારું છે. તેઓ અન્ય માતાપિતા સાથે પણ બાળકો વિશે વાત કરશે.
એક ચાહકે કહ્યું, ‘વિરાટ અને અનુષ્કાને આ રીતે જોઈને ખૂબ જ સારું લાગે છે.” તેઓ તેમની પ્રાઈવસીના હકદાર છે. રિપોર્ટ્સ અનુસાર, વિરાટ અને અનુષ્કાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં દીકરા અકાયના જન્મ બાદ લંડનમાં શિફ્ટ થયાં છે. તેમણે આ નિર્ણય બાળકો માટે કર્યો હતો.