New Delhi,તા.09
પ્રખ્યાત અંક શાસ્ત્રી અને વાસ્તુ વિશેષજ્ઞ સંગીતા શુક્લા એ ભારત ના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરી છે કે તેઓ ભારતની પ્રાચીન વૈજ્ઞાનિક પરંપરાને વૈશ્વિક મંચ પર ગૌરવ પ્રાપ્ત થઈ તે માટે “આંતર રાષ્ટ્રીય જ્યોતિષ તથા અંક શાસ્ત્ર દિવસ જાહેર કરે.
દિલ્લી સ્થિત એક અગ્રણી સંસ્થાએ અંક અને વાસ્તુ ક્ષેત્રે તેમણે આપેલા ઉત્તમ યોગદાન બદલ શ્રીમતી શુકલાને સન્માનીત કર્યા હતા. આ પ્રસંગે સમગ્ર દેશમાથી જ્યોતિશાચાર્ય અને અંકશાસ્ત્રીઓની સભાઓને સંબોધિત કરતાં તેમણે જણાવ્યુ હતું કે સરકારે રાષ્ટ્રીય સ્તરે આવી પરંપરાઓના ગૌરવ માટે વિશેષ કાર્યક્રમ યોજવા જોઈએ જેના થકી આ શાસ્ત્રોને માન્યતાની સાથે નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન મળે.જ્યોતિષ અંદ અંકશાસ્ત્ર માત્ર આસ્થા અને માન્યતાનો વિષય નથી પરંતુ ગણિત અંદ ખગોળીય સિધ્ધાંત પર આધારિત પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે. આ શાસ્ત્રો જીવન, આરોગ્ય, કારકીદી અને વ્યાવસાયિક ક્ષેત્રો માટે દિશા અંદ સંતુલન આપે છે.
શ્રીમતિ શુકલાએ આ બાબતે ભારપૂર્વક જણાવ્યુ હતું કે હાલ દેશમાં લાખો જેટલા જ્યોતિષીઓ, અંક શાસ્ત્રી અને વાસ્તુ વિશેષજ્ઞ કાર્યરત છે, જે આ શાંત અર્થ વ્યવસ્થામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. જો આ ક્ષેત્ર ને સંગઠિત રૂપે પ્રોત્સાહન મળે તો હજારો રોજગાર ઊભા કરી શકે તેમ છે.તેમણે યુનિવર્સિટી અને કોલેજોમાં પ્રમાણિત કોર્સ, ડિપ્લોમા અને સંશોધન કાર્યક્રમો કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી

