Los Angeles, તા. 21
અમેરિકન સ્માર્ટ ફોન કંપની એપલને તેના તાજેતરમાં લોન્ચ થયેલા આઇફોન-17 ખુબ જ નસીબદાર થયો છે. અને તેનું વેંચાણ દુનિયાભરમાં જે રીતે વધ્યું છે તેનાથી એપલના શેરમાં 4.2 ટકાના વધારા સાથે 262.9 ડોલર નોંધાયો છે અને તે સાથે એપલ એ 4 લાખ કરોડ ડોલરની કંપની બની ગઇ છે.
જે તેને દુનિયાની બીજા નંબરની સૌથી મૂલ્યવાન કંપની તરીકે સ્થાન અપાવે છે. આ યાદીમાં અમેરિકાની સેમી કંડકટર ચીપ બનાવતી કંપની એનવિડીયા નંબર 1 સ્થાને છે. આઇફોન-17નું વેચાણ ઓલટાઈમ હાઇ પહોંચી ગયું છે.
ભારતમાં જ નિર્મિત આ ફોન દુનિયાભરમાં વહેંચાઇ રહ્યા છે અને તેના કારણે એપલના માર્કેટ કેપમાં મોટો વધારો થયો છે જેને તેને 4 લાખ કરોડ ડોલરની કંપની બનાવી છે.

