Kalavad તા 22
કાલાવડમાં છેલ્લા કેટલાક દિવસથી બસ અનિયમિત છે, અને અમુક બસ બંધ છે આ બાબતને ધ્યાનમાં લઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલાવડ દ્વારા કાલાવડ એસટી ડેપોમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, અને જો આ બસ ચાલુ નહીં થાય આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી.
દરરોજ સવારે બસો મોડી આવે છે, અથવા આવતી જ નથી–જેના કારણે વિદ્યાર્થીઓ સ્કૂલ,કોલેજ કે નોકરીએ વિલંબથી પહોંચે છે.
ખાસ કરીને પ્રથમ લેકચર કે ઓફિસના સ્ટાર્ટિંગ સમયે મોડો થાય છે.વિદ્યાર્થીઓ પાસ કઢાવે છે,પણ બસ જ ન આવે તો તેનો કોઈ અર્થ જ નથી રહેતો.નીતિ મુજબ સરકારી સહાય મળે છે,પણ વ્યવસ્થાની ખામીએ એ સહાય વેરવિખેર થાય છે.
રોજબરોજના અવ્યવસ્થિત અને અનિશ્ચિત બસ સમયને કારણે વિદ્યાર્થીઓનું સમય અને ઉત્સાહ બન્ને બગડે છે.વિદ્યાર્થીઓને ખાલી ઊભા ઊભા રાહ જોવી પડે છે – આ માત્ર સમય વેડફાટ નથી, પણ માનસિક તણાવ પણ ઊભો કરે છે.
પ્રાથમિક સુવિધાઓ જેમ કે બેસવા માટેનાં શેડ, પોટેબલ પાણી, ટીકીટ વિતરણની યોગ્ય વ્યવસ્થા,શૌચાલય વગેરેનો અભાવ છે.મહિલા વિદ્યાર્થીઓ માટે સલામતી તથા આરામદાયક રાહ જોઈ શકે એવી જગ્યા પણ ઉપલબ્ધ નથી.કાલાવડથી શહેર કે ગામડાઓ તરફ જતી જાહેર વાહન વ્યવસ્થામાં કોઈ વિકલ્પ જ નથી – લોકોને ખાનગી વાહનો કે ઓટોરિક્ષા પર નિર્ભર થવું પડે છે, જે ખરચાળું છે.બસ સમયપત્રક ચોક્કસ કરવું – સ્કૂલ/કોલેજ ટાઈમ મુજબ બસ ફરજિયાત ચાલે.બસની સંખ્યા વધારવી – ભીડ પ્રમાણે વધુ બસો ફાળવવી.સ્ટેશનમાં સીટિંગ,પાણી અને શૌચાલયની વ્યવસ્થા કરવી.
વિદ્યાર્થીઓ માટે ખાસ “સ્ટૂડન્ટ સ્પેશિયલ” બસ ચલાવવી.દરરોજની ટ્રેકિંગ માટે ઑનલાઇન એપ અથવા ફીડબેક સિસ્ટમ વગેરે આવેદનપત્રમાં જણાવ્યું છે.