Una, તા. 5
ઉના શહેરમાં રહેતાં એક પરણીત શખ્સે તાલુકાના વરસિંગપુર ગામ ની 22 વર્ષની યુવતીને 10 દિવસ પહેલા લઈ જઈ તેમની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી તેમના ઘરે મૂકી ગયેલ અને યુવતી અને તેની માતાને કોઈને કહેશો કે પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ યુવતી એ ગત તારીખ 24ના એસિડ પી લીધા બાદ પ્રથમ ઉના સારવારમાં ખસેડવામાં આવેલ બાદમાં હાલત ગંભીર થતા વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવેલ જ્યાં યુવતીનું સારવાર દરમ્યાન મોત નીપજેલ હતું.
બાદમાં આ અંગેની યુવતીની માતાએ પરણિત શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવેલ જ્યારે યુવતી ની માતા એ એક કરતા વધુ શખ્સો એ દુષ્કર્મ આચર્યું હોય એ અંગે તપાસ કરી તમામ શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માંગણી સાથે વરસિંગપુર ગામના હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના વિશાળ સંખ્યામાં આગેવાનો,ગ્રામજનો તેમજ યુવતીની માતા સહિતના પરિવારજનોએ આ દુષ્કર્મ ની ઘટનામાં સંડોવાયેલા તમામ શખ્સો સામે કાયદાકીય પગલા ભરવામાં આવે તેવી માંગણી સાથે ગૃહ રાજ્ય મંત્રીને સંબોધીને ઉના પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પાઠવેલ હતું જ્યારે આ સંદર્ભે ઉના પીઆઈ એન. એમ. રાણાનો સંપર્ક કરતા તેમણે જણાવેલ હતું.
અને આરોપીને પકડવા વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે જ્યારે વિશેષ એફ એસ એલનો રિપોર્ટ આવ્યા બાદ આ ઘટના માં સાચી હકીકત શું છે એ ખ્યાલ આવે. જ્યારે મૃતક યુવતી ના પરિવારજનો સામુહિક દુષ્કર્મ થયાનો આક્ષેપ કરી રહ્યા છે પણ પોલીસ એફ એસ એલ રિપોર્ટ આવ્યા બાદ આગળ ની વધુ કાર્યવાહી હાથ ધરશે તેવું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.