New Delhi,તા.30
ફૂટબોલના સૌથી મોટા સ્ટાર્સમાંના એક, લિયોનેલ મેસ્સીએ મોટો સંકેત આપ્યો છે કે, આર્જેન્ટિના સાથેની તેની સફર તેના અંત તરફ પહોંચી રહી છે. 38 વર્ષીય મેસ્સીએ કહ્યું કે 4 સપ્ટેમ્બરે બ્યુનોસ આયર્સમાં વેનેઝુએલા સામેની વર્લ્ડ કપ ક્વોલિફાયર તેની છેલ્લી હોમ મેચ હોઈ શકે છે.
આર્જેન્ટિના 2026 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ચૂક્યું છે અને 35 પોઈન્ટ સાથે દક્ષિણ અમેરિકન ટેબલમાં ટોપ પર છે. પરંતુ મેસ્સી માટે, બ્યુનોસ આયર્સના એસ્ટાદિયો મોન્યુમેન્ટલમાં રમાનારી આ મેચ ફક્ત એક સ્પર્ધા નથી, પરંતુ તે તેના માટે એક મોટી ઈમોશનલ મોમેન્ટ હશે.
લીગ્સ કપ સેમીફાઈનલમાં ઈન્ટર મિયામીએ ઓરલેંડો સિટીને હરાવ્યા બાદ મેસ્સીએ કહ્યું, “આ મારા માટે ખાસ બનવા જઈ રહ્યું છે, ખૂબ જ ખાસ મેચ, કારણ કે આ મારી છેલ્લી ક્વોલિફાયર ગેમ છે. મને ખબર નથી કે આ પછી કોઈ ફ્રેન્ડલી કે અન્ય મેચ રમાશે કે નહીં… પણ હા, આ મેચ મારા માટે ખૂબ જ ખાસ છે અને તેથી જ મારો આખો પરિવાર મારી સાથે રહેશે.
મારી પત્ની, મારા બાળકો, મારા માતા-પિતા, મારા ભાઈ-બહેન અને મારી પત્ની તરફથી શક્ય તેટલા સંબંધીઓ. મને ખબર નથી કે આ પછી શું થશે, પરંતુ અત્યારે અમાં ધ્યાન આના પર છે.”મેસ્સીએ વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં રેકોર્ડ 31 ગોલ કર્યા છે. આ સમય દરમિયાન, તેણે આર્જેન્ટિના માટે ઘણા યાદગાર પ્રદર્શન પણ કર્યા છે.