Morbi,તા,06
ચંદ્રપુર બોર્ડ પાસે બાકી પૈસા બાબતે એક ઇસમેં ૪૫ વર્ષના આધેડને માથામાં ઈંટનો છૂટો ઘા મારી માથાના ભાગે ઈજા પહોંચાડી હતી જે બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના રહેવાસી ઈસ્માઈલ ફતેહભાઈ શેરશીયા (ઉ.વ.૪૫) આરોપી કાદર અલ્લારખા સંધી રહે લાલપર તા. વાંકાનેર વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૦૫ ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યે ચંદ્રપુરના બોર્ડ પાસે આરોપીએ કમાન ફર્નીચરમાંથી કરિયાવરનો સામાન લીધો હોય જેના પૈસા બાકી રાખ્યા હતા અને ફરિયાદી તેમાં વચ્ચે પડ્યા હોય જેથી પૈસા બાબતે આરોપી કાદરને ફોન કરતા ચંદ્રપુર બોર્ડ પાસે આવી ઈસ્માઈલભાઈને ગાળો આપી ઈંટનો છૂટો ઘા મારી માથામાં ઈજા કરી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે