New Delhi,તા.25
કેન્દ્ર સરકારે દેશભરમાં સાઈબર છેતરપીંડી બેન્ક ઠગાઈ અને બ્લેક મેઈંલીંગમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલા લગભગ 27 લાખ મોબાઈલ ફોન ગત 15 મહિનામાં બંધ કર્યા છે.આ મોબાઈલ ઉપકરણોથી આર્થિક ગેરરીતિ અને અન્ય પ્રકારની શંકાસ્પદ ગતિવિધીને અંજામ આપવામાં આવી રહ્યો હતો.
કેન્દ્રીય દુરસંચાર વિભાગનાં ચક્ષુ પોર્ટલ પર આવેલી ફરિયાદોના આધારે તપાસ બાદ પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહીનાં આંકડાથી જાણવા મળે છે કે પૂર્વી-ઉતર સર્કલ સાથે જોડાયેલા મોબાઈલ ઉપકરણોથી ઠગાઈ અને બ્લેક મેઈલીંગના સૌથી વધુ પ્રયાસો કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે માર્ચ 2024 માં વિભાગ તરફથી ચક્ષુ પોર્ટલ લોંચ કરવામાં આવ્યું હતું.
આ પોર્ટલથી લોકોને એ સુવિધા આપવામાં આવી કે તેઓએ મોબાઈલ નંબરોની ફરિયાદ કરી શકે છે. જેનાથી તેમને ઠગાઈ, બ્લેક મેઈલીંગ માટે કોલ, એસએમએપી કે વોટસએપ કરવામાં આવે છે.
પોર્ટલથી દેશભભરમાં મળેલી ફરિયાદોના નંબરોની તપાસ કરવામાં આવી. આંકડાથી બહાર આવ્યુ કે પૂર્વી ઉતર પ્રદેશ સાથે જોડાયેલા મોબાઈલોમાં સૌથી વધુ ઠગાઈ અને બ્લેક મેઈલીંગનાં પ્રયાસો થયા હતા.
પૂર્વી ઉતરમાં બે લાખથી વધુ મોબાઈલ બંધ કરી દેવાયા છે. પશ્ર્ચિમી ઉતર પ્રદેશ સર્કલમાં આ આંકડો દેશભરની વાત કરીએ તો કુલ 23.95 લાખ મોબાઈલ નંબર બંધ કરી દેવામાં આવ્યા છે.
તપાસમાં બહાર આવ્યુ હતું કે જે મોબાઈલ નંબર પર આ નંબરોનો ઉપયોગ થઈ રહ્યો હતો તેના પર સતત સિમકાર્ડ બદલીને સાઈબર અપરાધોને અંજામ આપવામાં આવી રહ્યો હતો. નંબર બંધ થયા બાદ આ મોબાઈલ ફોન બીજા નંબરથી શંકાસ્પદ ગતિવિધીઓમાં જોડાયેલા રહ્યા હતા.
વિસ્તૃત તપાસ બાદ બધા મોબાઈલ બંધ કરી દેવામાં આવ્યા કહેવામાં આવી રહ્યું છે કે આ બધા મોબાઈલનાં ઈએમઈઆણ નંબરને બ્લોક કરી દેવામાં આવ્યા છે. જેથી તેમનો બીજીવાર ઉપયોગ ન થઈ શકે.
સાઈબર અપરાધ રોકવા માટે વિભાગે 134 કરોડ મોબાઈલ નંબરનું બીજીવાર વેરિફીકેશન કરવામાં આવ્યું. જેનો ઉપયોગ સિપ ઈસ્યુ કરનાર વધારાનાં અન્ય વ્યકિત દ્વારા કરવામાં આવતો હતો.
આવા નંબરોનું બીજરવાર કેવાયસી કરાવવાનું કહ્યું. આ પ્રક્રિયામાં 78 લાખ મોબાઈલ નંબર બંધ કરી દેવામાં આવ્યા. જયારે દેશભરમાં સિમકાર્ડ વેચનારા 71 હજાર કેન્દ્રોને બ્લેક લીસ્ટ કરાયા હતા.