Brazil,તા.29
અહીં ડ્રગ તસ્કરો સામે લગભગ 2500 જેટલા સશસ્ત્ર પોલીસ કર્મીઓ દ્વારા કાર્યવાહી કરાતા એક દિવસમાં 64 લોકોના મોત થયા હતા. જેને લઈને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કાર્યાલયે ચિંતા વ્યક્ત કરી છે. અહીં બે ગરીબ વિસ્તારોમાં પોલીસે કાર્યવાહી કરી હતી, જયારે 81 લોકોને ધરપકડ કરી હતી.
રિપોર્ટ મુજબ પોલીસ દ્વારા આ વિસ્તારોમાં માદક પદાર્થોની તસ્કરી કરનારી ટોળકી સામે અભિયાનમાં સામેલ હતી. આ ઓપરેશનમાં ચાર પોલીસ કર્મીના પણ મોત થયા હતા.
રિયોના ગવર્નર કલોડિયો કાસ્ત્રો કોમ્પ્લેકસો દા પેન્હા અને કોમ્પ્લેકસો દો અલેમાઓ પાસે ચલાવવામાં આવેલ આ મિશનને રાજયના ઈતિહાસમાં સૌથી મોટું અભિયાન બતાવ્યું હતું.
યુએને આ કાર્યવાહી સામે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ગરીબ સમુદાયો સામેની આ કાર્યવાહી પોલીસ અભિયાનોના ઘાતક પરિણામોની ચિંતા પેદા કરનારી પ્રવૃતિને આગળ વધારી શકે છે અને આ બળ પ્રયોગ ગંભીર સવાલ ઉભા કરે છે.
સંયુક્ત રાષ્ટે્ર બ્રાઝીલ સરકારને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદાનું પાલન કરવાની અપીલ કરી છે અને આ ઘટનાની ઝડપી અને નિષ્પક્ષ તપાસ કરવાનું કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે બ્રાઝીલનું રિયો ડી જાનેરો એક પર્યટન કેન્દ્ર તરીકે જાણીતું છે.
જો કે નશીલા પદાર્થોની તસ્કરીના કારણે પોલીસના દરોડા પણ અહીં સામાન્ય વાત છે. આ ક્ષેત્રમાં અનેક મોટી ગરીબ વસ્તી વસી છે. અહીં તસ્કરીના કારણે અપરાધનું નેટવર્ક પણ ઉભુ થયું છે.
અહીં પોલીસ કાર્યવાહીથી ગોળીઓની તડતડ ગુંજી ઉઠી હતી અને યુદ્ધ જેવો માહોલ પેદા થયો હતો..

