Morbi,તા.21
મોરબી મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે વન વિક વન રોડ અંતર્ગત ડીમોલીશન કામગીરી ચાલી રહી છે જેમાં આજે શનાળા રોડ પરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ૫૦ જેટલા દબાણો દુર કરવામાં આવ્યા હતા તેમજ ૫ મકાનોને નોટીસ આપવામાં આવી છે
મોરબીના હાઉસિંગ બોર્ડમાં મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું વિસ્તારમાં આવેલ ૫૦ જેટલા ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા હતા જેસીબી દ્વારા સાર્વજનિક જગ્યામાં ખડકાયેલા ૫૦ જેટલા છાપરા સહિતના દબાણો દુર કરવામાં આવ્યા છે પાંચ મકાનને દબાણ હટાવવા પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે