Sutrapada,તા.27
સુત્રાપાડા પોલીસ મથકના વિસ્તારમાં મકાનનું ભાડું લેવાના બહાને ધરમાં ધૂશી પરણીતા પર દુષ્કર્મ આચરી અને અંગત પળોના ફોટા મિત્રને મોકલી તેને વાયરલ કરવા અંગેના નોંધાયેલા ગુનામાં સુત્રાપાડા અને નવાબંદરના બંને શખ્સોને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ સુત્રાપાડામાં રહેતી પરણીતાએ સુત્રાપાડાના વાઘેશ્વરી મંદિરની પાસે રહેતો દિનેશ ગીરી કાળુ ગીરી ગોસ્વામી અને તેનો મિત્ર ઉનાના નવા બંદર ચોક ખારવા સમાજની હોડી પાસે રહેતો વીકેશ ઉર્ફે વિકી શાંતિલાલ સોલંકી સહિત બંને શખ્સો સામે દુષ્કર્મ અને ફોટા વાયરલ કરવાની ધમકી આપ્યા અંગેની સુત્રાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પરણીતા પોતાના ઘરે એકલી હતી ત્યારે દિનેશ ગીરી ગોસ્વામી ભાડું લેવાના બહાને ઘરે જઈ પતિની ગેરહાજરીમાં અવાર નવાર શરીર સંબંધ બાંધી તેમજ શરીર સંબંધ બાંધતી વેળાએ અંગત ફળોનો વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી ફોટા તથા અંગત ફળો નો વિડીયો દિનેશગીરી ગોસ્વામી એ નવાબંદર ખાતે રહેતા વિકેશ ઉર્ફે વીકી શાંતિલાલ સોલંકી ને ફોરવર્ડ કર્યો હતો. બાદ વિકેશ ઉર્ફે વીકી સોલંકી એ અંગત પળોના ફોટા અને વિડિયો વાયરલ કર્યો હતો. સુત્રાપાડા પોલીસે બંને શખ્સ સામે દુષ્કર્મ અને આઈટીએક્ટ ની કલમ હેઠળ ગુનો નોધી પી. આઈ એમ જી પટેલ સહિતના સ્ટાફે બંને શખ્સોને ગણતરીની કલાકોમાં ધરપકડ કરી વિશેષ તપાસ માટે રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરતા અદાલતે તારીખ 28 /2 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરતા પી આઇ એમજી પટેલ સહિતના સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો છે

