Botad,તા.10
પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા ગુજરાત માં શરૂ થયેલ સેવાને 60 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે સુવર્ણ જ્યંતી મહોત્સવ ની ઉજવણી ચાલી રહી છે.આ અવસરે 100 મિલિયન પીસ મિનિટ નામનો વિશિષ્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે.જે અંતર્ગત બોટાદ મા એક ઈશ્વરીય સેવા માટે પ્રસાર રથ આવશે.
આ રથ પ્રસ્થાન તા.11 નવેમ્બર સાંજના 4:00 કલાકે બોટાદ બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ભાવનગર રોડ થી જૈન બોર્ડિંગ મોટી વાડી, વિવેકાનંદ સોસાયટીના નાકે, સુંદરમ સ્કૂલની સામેનું મેદાન, આનંદ ધામ રેસિડેન્સી, એસ.ટી.બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફરશે.
આજના અશાંત સમયમાં આપણે સૌ મળીને અમુક મિનિટ માટે શાંતિ માં બેસી પોતાના માટે, પરિવાર માટે અને વિશ્વ માટે શાંતિનું દાન કરીએ. આ અભિયાન નો ઉદ્દેશ માનવીના અંતર માં રહેલી શાંતિ ને જાગૃત કરવાનો છે.
સંસ્થાના રાજયોગીની બ્ર.કુ.નીતા બેને જણાવ્યુ કે જેમ કપડાં નું દાન કરતા કપડાં મળે, ધન દાન કરતાં સમૃદ્ધિ મળે તેમ શાંતિનું દાન આપીએ તો આંતરિક શાંતિ આપો આપ આવે.. આવા સંદેશ સાથે બોટાદના નગરજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.તેઓ આ અનોખી પહેલ માં જોડાઈ ને પોતાનું જીવન શાંતિમય અને સુખમય બનાવે તેવો અનુરોધ કરાયો છે.

