Mumbaiતા.18
‘મસ્તી ફોર’માં રિતેશ દેશમુખ, વિવેક ઓબેરોય અને આફતાબ શિવદાસાની એ ત્રણ મૂળ કલાકારો સાથે અનેક નવા કલાકારો પણ ઉમેરાયા છે. ફિલ્મમાં અરશદ વારસી, તુષાર કપૂર અને નરગિસ ફાખરી પણ મહત્વની ભૂમિકાઓમાં દેખાશે. જેનેલિયા ડિસોઝાની પણ ફિલ્મમાં અગત્યની ભૂમિકા છે.
મૂળ ‘મસ્તી’ ફિલ્મ ૨૦૦૪માં રિલીઝ થઇ હતી. એ પછી બીજો ભાગ ૨૦૧૩માં, ત્રીજો ૨૦૧૬માં રીલિઝ થયો હતો. આમ ત્રીજા ભાગના નવ વર્ષ પછી ચોથો ભાગ આવી રહ્યો છે.
ફિલ્મનું ં ૪૦ દિવસનું યુકેનું શૂટિંગ શેડયુલ પુરુ થઇ ગયું છે અને હવે પોસ્ટ પ્રોડકશન પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મની રીલિઝ ડેટ તા. ૨૧મી નવેમ્બર નક્કી થઈ છે.
આ વખતે ફિલ્મની વાર્તામાં રિવર્સ ટ્વિસ્ટ હશે. પતિઓને બદલે પત્નીઓના લગ્નબાહ્ય સંબંધો પર આધારિત વાર્તા હશે.