મેચમાં અર્શદીપ સિંહે ૩૫ રન આપીને ત્રણ વિકેટ લીધી
Oval, તા.૨
ભારતે ત્રીજી ્૨૦ મેચમાં અર્શદીપ સિંહની શાનદાર બોલિંગ અને વોશિંગ્ટન સુંદરની ધમાકેદાર ઇનિંગ્સને કારણે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યું. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં ૧૮૬ રન બનાવ્યા હતા. પ્લેઇંગ ઇલેવનમાં વાપસી સાથે અર્શદીપ સિંહે ૩૫ રન આપીને ત્રણ વિકેટ લીધી.
પ્રથમ બે મેચમાં અર્શદીપ સિંહને બેન્ચ પર રાખવામાં આવ્યો હતો જેના કારણે હર્ષિત રાણાને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું. ૧૮૭ રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે ૧૮.૩ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૮ રન બનાવીને જીત મેળવી, વોશિંગ્ટનના ૨૩ બોલમાં અણનમ ૪૯ રનની મદદથી ભારતે શાનદાર જીત મેળવી.
અર્શદીપ સિંહ ્૨૦ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. આમ છતાં તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શક્યું ન હતું.
ઓસ્ટ્રેલિયા સામે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યા બાદ તેણે કહ્યું, “હું ફક્ત મારી પ્રોસેસ પર કામ કરી રહ્યો છું.” હું મારી કુશળતા પર વિશ્વાસ કરી રહ્યો છું અને મારી યોજનાઓને વળગી રહ્યો છું. જ્યારે પણ મને તક મળે છે, ત્યારે યોગદાન આપવાનું ખૂબ સારું લાગે છે. આક્રમક બેટ્સમેનોને બોલિંગ કરવાની મજા આવે છે. જ્યારે કોઈ તમારા પર એટેક કરે છે, ત્યારે હંમેશા વિકેટ લેવાની તક હોય છે.’
અર્શદીપ સિંહ કહ્યું કે જ્યારે જસપ્રીત બુમરાહ બીજા છેડેથી બોલિંગ કરે છે, ત્યારે તેની વિકેટ લેવાની શક્યતા વધી જાય છે. તેણે કહ્યું, “જ્યારે બુમરાહ જેવો બોલર બીજા છેડેથી બોલિંગ કરે છે, ત્યારે બેટ્સમેન ઘણીવાર મારી સામે વધુ જોખમ લે છે, જેનાથી મને વિકેટ લેવાની તક મળે છે. હું ફક્ત મારી બોલિંગનો આનંદ માણવાનો પ્રયાસ કરું છું. પરિસ્થિતિ, પાવરપ્લે કે ડેથ ઓવર ગમે તે હોય, હું ફક્ત મારા પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરું છું.”

