ભાવનગર શહેર અને જિલ્લામાં નિકળેલા આ ઝુલુસમાં હિન્દુ મુસ્લિમ જ્ઞાાતિના શ્રધ્ધાળુઓ આસ્થાભેર જોડાયા હતા અને તાજીયાના દિદાર કર્યા હતા અને માનતાઓ પણ ઉતારી દુવાઓ કરી હતી. આ વેળા કોમી એકતા અને ભાઈચારા તેમજ એખલાસનો માહોલ જોવા મળ્યો હતો. તાજીયાના રૂટ પર ઠેરઠેર શબીલ એ હુસૈન બનાવી લોકોેને ઠંડા પાણી, શરબત, દૂધ કોલ્ડ્રિંકસ અને ન્યાઝનું વિતરણ કરાયુ હતુ. ભાવનગર શહેરમાં ૩૫ ઉપરાંત, વરતેજમાં ૪, ઘોઘામાં ૧૨, વેળાવદરમાં ૧, મહુવામાં૩૧, તળાજામાં ૭, મહુવા ગ્રામ્યમાં ૪,ખુટવડા, બગદાણા, પાલિતાણા ટાઉન,રૂરલ, જેસર, ગારિયાધારમાં ૩, સિહોરમાં ૫, બુઢણામાં ૧,વલ્લભીપુરમાં ૩, ઉમરાળામાં ૪ સહિત સમગ્ર શહેર અને જિલ્લામાં કુલ ૧૨૭ જેટલા મુખ્ય તાજીયાના ઝુલુસો નિકળ્યા હતા.આંબાચોકમાં શાનદાર શોકસભા તથા માતમી ઝુલુસ નિકળ્યુ હતુ. દરમિયાન ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ પવિત્ર તાજીયાના દર્શન કરી કરબલાના શહિદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.જયારે બોટાદ શહેરના લીમડા ચોક, દિનદયાળ ચોક, ટાવર રોડ,સ્ટેશન રોડ, જયોતિગ્રામ સર્કલ સહિતના સ્થળોએ ઝુલુસ નિકળ્યા હતા.
Trending
- માઉન્ટ આબુમાં સેલ્ફી લેતી વખતે ખાણમાં ખાબકતા Ahmedabad ના યુવકનું મોત
- જુલાઈમાં Gujarat’s GST આવકમાં 15%નો વધારો
- ભારતના હિતો મુજબ જ નિર્ણય થશે : ટેરિફ મુદ્દે મોદીનો સ્પષ્ટ જવાબ
- રાહુલ પાસે કોઇ એટમબોમ્બ હોય તો જલ્દી ફોડી નાંખે : Rajnath Singh
- બે દિવસની રાહત બાદ Gold And Silver માં મોટો ઉછાળો
- Rajkot:ચોરાઉ બાઇક સાથે તસ્કર ઝડપાયો , બે ગુનાનો ભેદ ઉકેલાયો
- Rajkot:ચેકરિટર્ન કેસમાં સજાના વોરંટ ની ફરારી મહિલાને પોલીસે દબોચી
- Rajkot: ઘર પાસેથી નીકળવા બાબતે પડોશી યુવક પર હુમલો